25 August, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ત્રિશાંગ શેટ્ટી નામના કન્ટેન્ટ ક્રિએટરે ફરીથી વિડિયો શૅર કરીને નમતું જોખ્યું હતું
એક તરફ મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં જાણીતી રેસ્ટોરાં અને હોટેલ્સના લાઇસન્સ પણ રદ થયાં છે. હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં અમૂલ મિલ્કના પેકેટને લઇને એક નવો જ મુદ્દો છેડાયો (Amul Lactose Free Milk) હતો. મૂળ તો અમૂલ લેક્ટોઝ-ફ્રી મિલ્કના ન્યુ પેકેટને લઈને આ વિવાદ ઊભો થયો હતો. ઇન્સ્ટાગ્રામ પર ત્રિશાંગ શેટ્ટી નામના કન્ટેન્ટ ક્રિએટરે એક વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે આ નવું દૂધનું પેકેટ સ્હેજ ફૂગેલું લાગી રહ્યું છે. પેકેટ થોડુંક ફૂગેલું જણાતાં જ આ કન્ટેન્ટ ક્રિએટરને ચિંતા થઇ હતી આને તેણે સોશિયલ મીડિયાના માધ્યમે લોકો સુધી આ વાત પહોંચાડી હતી. વળી આ અમૂલના પેકેટ પર જ `ફૂગેલું પેકેટ ખરીદવું નહીં` એવી સૂચના લખેલી હોઇ કન્ટેન્ટ ક્રિએટરne વધુ શંકા ગઈ હતી. આ વિડિયો કહું જ વાઇરલ થયો અને લોકોએ જાતભાતની કમેન્ટ્સ કરી એટલે છેવટે અમૂલ કંપનીને ખુદ આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.
રિપોર્ટ્સ પ્રમાણે અમૂલની ટીમે પોતે ત્રિશાંગનો કોન્ટેક્ટ કર્યો હતો અને પેકેજિંગમાં (Amul Lactose Free Milk) થઈ રહેલા ફેરફારો વિશે ડિટેલમાં માહિતી આપી હતી. આ સાથે જ અમૂલે એ પણ ક્લિયર કર્યું હતું કે કંપની હાલ જૂની ‘ટેટ્રા’ ટેકનોલોજીમાંથી નવી ‘SIG’ (SIG Packaging Technology) તરફ શિફ્ટ થઈ રહી છે. એટલે હાલ આ ફેરફાર થઇ રહ્યો હોવાથી માર્કેટમાં બંને પ્રકારના પેકેટ મળી રહ્યાં છે. નવી SIG ટેકનોલોજીવાળા પેકેટની ડિઝાઇન જ એવી રીતે બનાવવામાં આવી છે કે તે એકદમ ભરેલું અને સહેજ ફૂગેલું દેખાય છે; જેથી પેકેટ બગડેલું હોવાનો ગેરસમજ ઊભી થઇ હતી.
આ સાથે જ મિલ્કના પેકેટના બ્લૂ કલરમાં પણ બદલાવ જોવા (Amul Lactose Free Milk) મળ્યો હતો. જોકે તે અંગે પણ અમૂલ કંપનીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે નવા પેકેજિંગ મટિરિયલમાં ‘મેટ ફિનિશ’ હોવાથી બ્લૂ રંગનો શેડ થોડોક અલગ દેખાય છે, માટે કલર બદલાયો હોવાની ગેરસમજ પેદા થઇ છે. જોકે એવું બિલકુલ નથી. કંપનીએ એં પણ જણાવ્યું કે બ્લિંકિટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ પર પ્રોડક્ટ ડાયરેક્ટ અમૂલ કંપની તરફથી જ સપ્લાય કરવામાં આવે છે, જેથી વચ્ચે કોઈ ભેળસેળ કે ગડબડ થવાની શક્યતા રહેતી નથી.
આમ, અમૂલ લેક્ટોઝ-ફ્રી મિલ્ક (Amul Lactose Free Milk)ના ન્યુ પેકેટની ડિઝાઇન અને મિલ્કના કલરને લઇને ઊભી થયેલી ગેરસમજ પર કંપનીએ પોતે તમામ વિગતો રજૂ કરીને સ્પષ્ટતા કરતાં જ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર ત્રિશાંગે સોશિયલ મીડિયા પર પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી હતી.