24 January, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંબરનાથમાં રૉન્ગ સાઇડમાં ઘૂસી ગયેલા ટ્રેલરના ડ્રાઇવરે અનેક વાહનોને અડફેટે લીધાં
અંબરનાથમાં ગઈ કાલે સવારે એક ટ્રેલરનો ડ્રાઇવર પહેલાં તો રૉન્ગ સાઇડમાં જતો રહ્યો. ત્યાર બાદ ત્યાં ટ્રાફિક જૅમ થવાને લીધે તે ટ્રાફિક-પોલીસ અને પબ્લિકના રોષનો ભોગ બને એ પહેલાં અમુક વાહનોને અડફેટે લઈને ત્યાંથી ભાગી ગયો હતો. આ ટ્રેલરના ડ્રાઇવરે બેફામ ડ્રાઇવિંગ કરીને વાહનોને નુકસાન પહોંચાડ્યું હોવાથી લોકોએ તેના પર પથ્થરમારો પણ કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હોવા છતાં અંબરનાથ પોલીસનું કહેવું છે કે એક રિક્ષાને થોડું નુકસાન થયું છે બાકી અમને કોઈની ફરિયાદ નથી મળી.