આજે ઉદ્ધવ ઠાકરે કાર્યકરોને શું સંદેશો આપે છે એના પર છે બધાની નજર

23 January, 2023 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય રાઉતે શનિવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દબાણનું રાજકારણ ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સત્તાને પ્રભાવિત નહીં કરે

આજે ઉદ્ધવ ઠાકરે કાર્યકરોને શું સંદેશો આપે છે એના પર છે બધાની નજર

મુંબઈ (પી.ટી.આઇ.) : ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સેનાના સ્થાપક બાળ ઠાકરેની ૯૭મી જન્મજયંતી નિમિત્તે સોમવારે પક્ષના કાર્યકરોને સંબોધશે.

પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સોમવારે ગેટવે ઑફ ઇન્ડિયા નજીક પક્ષના સ્થાપકની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પશે અને પછી સાંજે ષણ્મુખાનંદ હૉલમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરશે. અમારા સૌ માટે આ દિવસ ઘણો મહત્ત્વનો છે એમ તેમણે જણાવ્યું હતું.

ભારતનું ચૂંટણી પંચ હાલમાં શિવસેનાના ચૂંટણીના નિશાન તીર અને કમાન મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેનાં જૂથો વચ્ચે ચાલી રહેલા વિવાદની સુનાવણી કરી રહ્યું છે.

સંજય રાઉતે શનિવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દબાણનું રાજકારણ ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સત્તાને પ્રભાવિત નહીં કરે.

કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા માટે સંજય રાઉતે જમ્મુની મુલાકાત લીધી હતી. એ વિશે તેમણે જણાવ્યું હતું કે એ બિનરાજકીય ચળવળ છે અને એને સમર્થન મળી રહ્યું છે.

mumbai mumbai news uddhav thackeray shiv sena