17 June, 2025 11:09 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
અજિત પવાર, ઇન્દ્રાયણી નદી પરનાે પુલ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન જેઓ પુણે જિલ્લાના પાલકપ્રધાન પણ છે તેમણે કુંડમળામાં ઇન્દ્રાયણી નદી પરનાે પુલ પડી જવાની ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. રવિવારે બનેલી આ ગોઝારી ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૫૧ લોકોને ઈજા થઈ હતી.
અજિત પવારે પુણે જિલ્લાના અધિકારીઓને આ ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જો આ તપાસમાં કોઈ પણ બેદરકારી જણાશે તો કડક પગલાં લેવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
વિરોધ પક્ષે પુલના બાંધકામમાં ફાળવવામાં આવેલા રૂપિયામાં ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે આ પુલના કામ માટે આઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, તો દસ્તાવેજમાં ૮૦,૦૦૦ રૂપિયાનો ઉલ્લેખ કેમ છે? શું સહી કરતી વખતે તત્કાલીન સાર્વજનિક બાંધકામ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણ સૂઈ ગયા હતા? જોકે આ બાબતે સ્પષ્ટતા કરતાં રવીન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે ફાળવવામાં આવેલા ભંડોળના અમુક ગણા રૂપિયા મંજૂર થયેલા છે એવું એ બજેટની ભાષામાં એ દસ્તાવેજમાં રજૂ કરવામાં આવ્યું હતું.