04 January, 2026 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અસદુદ્દીન ઓવૈસી
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટીકા કરી હતી. ઓવૈસીએ અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવાના દાવા અને 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને ન્યાયના કઠેડામાં લાવવામાં ભારતની અસમર્થતા વચ્ચે સરખામણી કરી હતી. મુંબઈમાં એક સભાને સંબોધતા, ઓવૈસીએ પ્રશ્ન કર્યો કે જો અમેરિકા કથિત રીતે કોઈ વર્તમાન વિદેશી રાષ્ટ્રપતિને અટકાયતમાં લઈ શકે છે, તો ભારત પાકિસ્તાનમાં બેસેલા આતંકવાદીઓ સામે આવી જ નિર્ણાયક કાર્યવાહી કેમ ન કરી શકે?
‘જો ટ્રમ્પ આમ કરી શકે છે, તો ભારત કેમ નહીં?’: ઓવૈસી
વેનેઝુએલા સામે અમેરિકાના ઑપરેશનના અહેવાલોનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું, “આજે અમે સાંભળ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દળોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના દેશમાંથી પકડીને અમેરિકા લઈ ગયા છે. જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું તેમના જ દેશમાંથી અપહરણ કરી શકે છે, તો તમે (વડા પ્રધાન મોદી) પાકિસ્તાન પણ જઈ શકો છો અને 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને ભારતમાં પાછા લાવી શકો છો..” સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓવૈસીની ભાષણના એક વીડિયોમાં તેમણે વધુમાં ઉમેર્યું, “મોદીજી, 56 ઇંચ કા સીના હૈ, ફિર ઉનકા અપહરં કરો ઔર ઉનહે ભારત પાછા લાવો.”
કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી કાર્યવાહીની માગણી
પોતાની ટીકાને વધુ તીવ્ર બનાવતા, ઓવૈસીએ વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસેથી કાર્યવાહીની માગણી કરી. તેમણે પ્રશ્ન કર્યો કે 2008ના મુંબઈ હુમલા માટે જવાબદાર લોકોને પાછા લાવવા માટે ભારતીય દળો સરહદ પાર કેમ ન કરી શક્યા. "અમે તમને કહી રહ્યા છીએ, મોદીજી, તમે પાકિસ્તાનમાં સૈનિકો કેમ મોકલી શકતા નથી અને 26/11 ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને ભારતમાં પાછા કેમ નથી લાવી શકતા, પછી ભલે તે મસૂદ અઝહર હોય કે લશ્કર-એ-તૈયબાનો ક્રૂર શેતાન," તેમણે કહ્યું.
વેનેઝુએલા સામે યુએસ ઑપરેશન સાથે જોડાયેલી છે ઓવૈસીની ટિપ્પણીઓ
ઓવૈસીની ટિપ્પણીઓ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વેનેઝુએલા સામે ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ નામના હાઇ-પ્રોફાઇલ લશ્કરી કાર્યવાહી હાથ ધરવાની પૃષ્ઠભૂમિમાં આવી છે. અમેરિકા દ્વારા આ કાર્યવાહીને ‘નાર્કો-સ્ટેટ’ નેતૃત્વ તરીકે વર્ણવવામાં આવેલી કાર્યવાહી સામે કાયદા અમલીકરણ કાર્યવાહી તરીકે ઘડવામાં આવી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીને ‘અમેરિકન લશ્કરી શક્તિનું અદભુત પ્રદર્શન’ ગણાવી હતી, એમ કહીને કે યુએસ સંક્રમણ સમયગાળા દરમિયાન વેનેઝુએલાની અસ્થાયી રૂપે દેખરેખ રાખશે અને દેશના વિશાળ તેલ ભંડારમાં ખુલ્લેઆમ રસ વ્યક્ત કરશે. અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલાના પ્રેસિડન્ટ માદુરોએ બદલો લેવાનું વચન આપતું નિવેદન બહાર પાડ્યું હતું અને દેશવ્યાપી કટોકટીની જાહેરાત કરી હતી. જોકે તેમના નિવેદનના એક કલાક પછી ટ્રમ્પે તેમની ધરપકડ કરી લેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.