નરેન્દ્ર મોદી પર બનેલી વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરી જોવા પર થઈ બબાલ

29 January, 2023 08:33 AM IST  |  Mumbai | Dipti Singh

ટીઆઇએસએસમાં ભારે વિરોધ વચ્ચે સ્ટુડન્ટ્સે કૅમ્પસની અંદર લૅપટૉપમાં બીબીસીની આ ડૉક્યુમેન્ટરી જોઈ : બીજેપીના કાર્યકરોએ એની સામે વિરોધ-પ્રદર્શન કર્યું

વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવાના વિરોધમાં બીજેપીના યુવા મોરચાએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તસવીર: શાદાબ ખાન.

મુંબઈ : તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (ટીઆઇએસએસ) ગઈ કાલે યુદ્ધનું મેદાન બની ગયું હતું. કૅમ્પસમાં સ્ટુડન્ટ્સનું જૂથ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ માટે વિરોધ પર ઊતર્યું હતું તો બહાર બીજેપીના કાર્યકર્તાઓ ડરાવી-ધમકાવીને સ્ક્રીનિંગ ન કરવા દેવા ભેગા થયા હતા.

બીજેપી યુવા મોરચાના મુંબઈના પ્રમુખ રાજિન્દર સિંહની આગેવાની હેઠળ બીજેપીના કાર્યકરો ગઈ કાલે ટીઆઇએસએસના દેવનાર કૅમ્પસની બહાર ‘દેશ કે ગદ્દારોં કો ગોલી મારો સાલોં કો’ જેવાં સૂત્રોની નારાબાજી કરી રહ્યા હતા.

આ બધા નાટક વચ્ચે ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કૅમ્પસની અંદર લૅપટૉપ પર વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરી નિહાળી હતી. 
સ્ટુડન્ટ્સે પહેલેથી જ બીબીસી ડૉક્યુમેન્ટરી, પટવર્ધનની રામ કે નામ અને ગુજરાત નરસંહાર પરની મકતુબ મીડિયાની ફિલ્મ ‘ગુજરાત અનહીલ્ડ’ને ઍક્સેસ આપતા ક્યુઆર કોડનું પરસ્પર પહોંચાડી દીધા હતા.

દરમ્યાન પોલીસે કૅમ્પસની અંદરની અને બહારની સુરક્ષા વધુ સખત બનાવીને પરિસ્થિતિને હિંસક બનતી રોકી અનિચ્છનીય ઘટના બનતાં અટકાવી હતી.

શુક્રવારે પીએસએફએ તેમના અભિયાનની જાહેરાત કરતાં અમે આ મામલે પીછેહઠ નહીં કરીએ એમ કહીને વધુમાં ઉમેર્યું હતું કે ‘વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય આપણા બંધારણીય અધિકારો પર સીધો હુમલો છે. અમે ટીઆઇએસએસમાં તેમ જ તમામ વિશ્વવિદ્યાલયોમાં સમગ્ર વિદ્યાર્થી સમુદાયને બીજેપી સરકાર તેમ જ ટીઆઇએસએસ વહીવટી તંત્ર દ્વારા મુકાયેલા પ્રતિબંધ અને વાણીસ્વાતંત્ર્ય પરના હુમલા સામે પોતાનો રોષ વ્યક્ત કરવા સામે આવવા અપીલ કરીએ છીએ.’

એક સ્ટુડન્ટે જણાવ્યું હતું કે ‘વાણીસ્વાતંત્ર્ય આપણો હક છે. આપણે પહેલાં જ જણાવ્યું હતું કે આ દસ્તાવેજી ફિલ્મ અમે જોઈશું અને આપણે બધા એ વાસ્તવમાં જોઈશું.’

ટીઆઇએસએસ વહીવટી તંત્ર દ્વારા શનિવારે બપોરે જારી કરાયેલી અન્ય સલાહ કે ચેતવણી છતાં દસ્તાવેજી ફિલ્મ જોવામાં આવી હતી. આ ઍડ્વાઇઝરીમાં લખ્યું છે : ‘અત્યંત ગંભીરતા સાથે છે અમે નોંધ્યું છે કે કેટલાંક વિદ્યાર્થી જૂથો સરકાર દ્વારા પ્રતિબંધિત બીબીસી ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ અંગે ૨૭ જાન્યુઆરીએ જારી કરાયેલી સલાહનું ઉલ્લંઘન કરવા તેમ જ અન્ય વિદ્યાર્થીઓને આ દસ્તાવેજી ફિલ્મ જોવા માટે માટે એકઠી કરવાનો અને પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે. અમે સ્ટુડન્ટ્સને ચેતવણી આપીએ છીએ કે ૨૭ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી ચેતવણીનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વિદ્યાર્થી અથવા જૂથો આવાં કોઈ પણ કૃત્યો અને કોઈ પણ પ્રવૃત્તિઓમાં સામેલ થશે તો તેમને શાંતિ અને સુમેળમાં ખલેલ પહોંચવા માટે જવાબદાર ગણવામાં આવશે અને તેમની સામે આ બાબતે સંબંધિત સંસ્થાકીય નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.’

mumbai mumbai news bharatiya janata party tata institute of social sciences