ગ્રાહકના અકાઉન્ટમાંથી અકાઉન્ટન્ટે ૨.૭૩ કરોડ રૂપિયા ઉપાડી લીધા!

06 March, 2023 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીની એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

પોલીસે રવિવારે જણાવ્યું હતું કે શૅર-ટ્રેડિંગ ફર્મમાં કામ કરતા ૩૧ વર્ષના અકાઉન્ટન્ટની એક ગ્રાહકના ખાતામાંથી ૨.૭૩ કરોડ રૂપિયા ઉપાડવાના આરોપસર એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ‘આવેલી ફરિયાદ મુજબ એક વ્યક્તિએ શૅર-ટ્રેડિંગ કંપની દ્વારા ડીમૅટ અકાઉન્ટ ખોલાવ્યું હતું અને આરોપીએ તેને એમાં મદદ કરી હતી. જોકે આરોપીએ ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે ક્લાયન્ટના ખાતામાંથી કોઈ ટ્રાન્ઝૅક્શન કર્યું નહોતું અને અને આશરે ૨.૭૩ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.’

ફરાર આરોપીને કાંદિવલીના પશ્ચિમ ઉપનગરમાંથી પકડવામાં આવ્યો હતો. ગુનામાં સામેલ અન્ય એક આરોપી ફરાર છે.

અધિકારીએ કહ્યું હતું કે ભારતીય દંડસંહિતા ૪૨૦ (ચીટિંગ) અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

mumbai mumbai news kandivli Crime News mumbai crime news mumbai police