૨૬ જાન્યુઆરીથી હાર્બરમાં ૧૪ અને વેસ્ટર્નમાં ૧૨ AC લોકલ નૉન-ACની જગ્યાએ દોડશે

24 January, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૬ જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેમાં પણ ૧૨ નૉન-AC લોકલ ટ્રેનની જગ્યાએ AC ટ્રેનો શરૂ થશે

ફાઇલ તસવીર

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર ૨૬ જાન્યુઆરીથી ૧૪ ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ દોડશે. ૪ વર્ષના બ્રેક બાદ આ કૉરિડોરમાં AC લોકલ ફરી દોડશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને પનવેલ વચ્ચે કાર્યરત હાર્બર લાઇનમાં અત્યાર સુધી નૉન-AC ટ્રેનો દોડતી હતી. હવે CSMT/વડાલા તરફ ૭ અપ અને પનવેલ/વાશી તરફ ૭ ડાઉન AC ટ્રેનો શરૂ થશે. આ ટ્રેનોને પીક અવર્સમાં મૂકવામાં આવતાં અનેક મુસાફરોને રાહત રહેશે, પરંતુ નૉન-AC ટ્રેનોની જગ્યાએ જ AC ટ્રેનો મુકાતાં સામાન્ય મુસાફરોએ નારાજગી દર્શાવી છે. વધુ ભાડું ખર્ચીને ન જવા માગતા મુસાફરોને કનડગત થશે અને નૉન-AC ટ્રેનોની ભીડ વધશે એમ મુસાફરોનું માનવું છે.

૨૬ જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેમાં પણ ૧૨ નૉન-AC લોકલ ટ્રેનની જગ્યાએ AC ટ્રેનો શરૂ થશે.

mumbai local train AC Local central railway chhatrapati shivaji maharaj terminus csmt panvel vashi western railway mumbai mumbai news