નવી મુંબઈમાં ૨૦,૦૦૦ બેઠક ધરાવતું મલ્ટીપર્પઝ ઇન્ડોર અરીના બનશે

09 December, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્સર્ટ, ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ, કલ્ચરલ ઇવેન્ટ્સ અને ઇમર્સિવ પ્રોડક્શન્સનું આયોજન થઈ શકે એવું ઇન્ડોર અરીના ઊભું કરવા માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO)

નવી મુંબઈમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર લાઇવ એન્ટરટેઇનમેન્ટ અરીના ઊભું કરવા માટે સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO)એ તૈયારી દર્શાવી છે. ૨૦,૦૦૦ સીટિંગ કૅપેસિટી અને ૨૫,૦૦૦ જેટલી સ્ટૅન્ડિંગ કૅપેસિટી ધરાવતું આ અરીના ન્યુ યૉર્કના મૅડિસન સ્ક્વેર ગાર્ડન અને લંડનના ધ O2 અરીના લેવલનું બનશે. કૉન્સર્ટ, ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ, કલ્ચરલ ઇવેન્ટ્સ અને ઇમર્સિવ પ્રોડક્શન્સનું આયોજન થઈ શકે એવું ઇન્ડોર અરીના ઊભું કરવા માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પ્રોજેક્ટનું લોકેશન હજી નક્કી થયું નથી પરંતુ આ અરીના નવી મુંબઈ ઍરપોર્ટ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક, નેરુળ જેટી, હાઈ સ્પીડ રેલ કૉરિડોર અને નવી મુંબઈ મેટ્રો સાથે કનેક્ટિવિટી ધરાવે એવી જગ્યાએ ઊભું કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ ત્રણ-ચાર વર્ષમાં પૂરો થવાની શક્યતા છે.

mumbai news mumbai cidco london