મુંબઈ: ચોમાસું શરૂ થયા પછી શહેરમાંથી 40 અજગરો સહિત 230 સાપોને બચાવ્યા

01 August, 2019 10:27 AM IST  |  મુંબઈ | રણજિત જાધવ

મુંબઈ: ચોમાસું શરૂ થયા પછી શહેરમાંથી 40 અજગરો સહિત 230 સાપોને બચાવ્યા

સાપ

માસાની શરૂઆત પછીના ગાળામાં એટલે કે મુંબઈનાં પરાં વિસ્તારમાં સાપ નીકળવાની ઘટનાઓ નોંધપાત્ર પ્રમાણમાં બની હતી. પૂર્વનાં અને પશ્ચિમનાં ઉપનગરોમાં છેલ્લા એકાદ મહિનામાં વન્યજીવન રક્ષક સંસ્થાઓ અને સર્પ મિત્રોએ ૪૦ અજગરો સહિત લગભગ ૨૩૦ જેટલા સાપ બચાવ્યા હતા. ભારે વરસાદને કારણે સંજય ગાંધી નૅશનલ પાર્કની અંદર ઝરણાં અને ઉપનદીઓ છલકાવાને કારણે સર્પો તથા અન્ય સરકતાં પ્રાણીઓ બહાર નીકળી ગયા હોવાનું સર્પ નિષ્ણાતો માને છે. કુદરતી કે અકુદરતી સંજોગોમાં મૂળ સ્થાનેથી દૂર ફેંકાતા સર્પો માનવોની આસપાસ પહોંચે અને નુકસાન કરે એવો સંભવ રહે છે.

વન્ય જીવ રક્ષક સામાજિક સંસ્થા સ્પ્રેડિંગ અવેરનેસ ઑન રેપ્ટાઇલ્સ એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ(SARRP)ના પ્રમુખ સંતોષ શિંદેએ જણાવ્યું હતું કે ‘જૂન મહિનાની સરખામણીમાં જુલાઈ મહિનામાં વરસાદનું જોર વધ્યું હતું. એથી સ્વાભાવિક રીતે જ અમને સર્પો બચાવવાના તેડાં આવવા માંડ્યા હતા. અમે આ એકાદ મહિનામાં વીસેક અજગરો સહિત લગભગ ૨૩૦ સર્પોને બચાવ્યા હતા. ચોમાસામાં સર્પો પકડવા કે બચાવવાની અગાઉની સંખ્યાની તુલનામાં આ વખતનો આંકડો વધારે છે.’ આ ચોમાસે પશ્ચિમનાં પરાંમાં મોટા ભાગના સર્પો દહિસર, દૌલતનગર(બોરીવલી), આરે કૉલોની, મલાડ અને ગોરેગામથી પકડાયા હોવાનું સર્પ નિષ્ણાત કેદાર ભિડેએ જણાવ્યું હતું.

નોન ગવર્ન્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન (NGO) રેસ્ક્વિન્ક અસોસિએશન ફોર વાઇલ્ડ લાઇફ વેલફેર(RAWW)ના અગ્રણી પવન શર્માએ જણાવ્યું હતું કે ‘અમે મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, વિક્રોલી, થાણે અને કલ્યાણ સહિત પૂર્વનાં પરાંમાંથી બાવીસ અજગરો બચાવ્યા હતા. બચાવેલા મોટા ભાગના સર્પોનું આરોગ્ય ખૂબ સારું છે. એ બધાને અમે જંગલ ખાતાની મદદથી એમના કુદરતી સ્થાને છોડી દીધા હતા. આ સંખ્યાને આધારે વૈજ્ઞાનિક અભ્યાસની જરૂર જણાય છે. એવો અભ્યાસ વન્ય જીવોના રક્ષણમાં મદદરૂપ થશે.’

આ પણ વાંચો : મુંબઈ: બોરીવલીના એક મહિનાથી ગુમ યુવાને વાપીમાં આત્મહત્યા કરી

સર્પ નિષ્ણાત ડૉ. વરદ ગિરિએ જણાવ્યું હતું કે આ મોસમમાં અજગરો શિકાર કરવા નીકળતા હોય ત્યારે વરસાદ અને જળપ્રવાહમાં ખેંચાઈને ભૂલા પડે કે વહીને માનવ વસાહતોમાં પહોંચી જાય એવું બની શકે છે.’

mumbai mumbai news sanjay gandhi national park ranjeet jadhav