મુંબઈ એરપોર્ટ પર 30 માર્ચ સુધી 1 રનવે રહેશે બંધ, 5000 ફ્લાઇટ્સને અસર

07 February, 2019 01:11 PM IST  |  મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર 30 માર્ચ સુધી 1 રનવે રહેશે બંધ, 5000 ફ્લાઇટ્સને અસર

મુંબઈ એરપોર્ટ (ફાઇલ ફોટો)

સમારકામને કારણે આજથી (7 ફેબ્રુઆરીથી) 30 માર્ચ સુધી એટલે કે 52 દિવસો સુધી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક રનવે બંધ રહેશે. તેનાથી આશરે 5000 ફ્લાઇટ્સ પ્રભાવિત થવાની સંભાવના છે. તેમાંથી મોટાભાગની ફ્લાઇટ્સ કેન્સલ પણ થઈ શકે છે. પરિણામે અહીંયાથી હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડશે.

મુંબઈ એરપોર્ટ પર દર કલાકે 36 અને દરરોજ લગભદ 950 ફ્લાઇટ્સનું આવાગમન થાય છે. સમારકામને કારણે એરપોર્ટ પર ડેઇલી આવતી-જતી લગભગ 230 ફ્લાઇટ્સ રદ થશે. આ ઉપરાંત મુંબઈ-ગોવા અને મુંબઈ-બેંગલુરૂ રૂટ પર દરરોજ 15 ફ્લાઇટ્સ રદ થશે.

આ પણ વાંચો: મુંબઈ: ઇસ ફ્લાઇટ મેં ઉલ્લુ બૈઠા હૈ

મુંબઈ એરપોર્ટ પર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી સમારકામ થશે. જોકે, આ દરમિયાન મુખ્ય રનવે પર ફ્લાઇટ્સ આવતી-જતી રહેશે. મુખ્ય રનવે પર દર કલાકે 50 ફ્લાઇટ્સ લેવાની ક્ષમતા છે.

આ જાહેરાત પછીથી જ મુંબઈ જનારી ફ્લાઇટ્સનું ભાડું વધી ગયું છે. દિલ્હીથી મુંબઈ માટે આગામી મહિને ભાડામાં હાલ 30%નો વધારો થશે. આ રૂટ પર દરરોજ 30 ફ્લાઇટ્સ રદ થશે.

mumbai mumbai airport chhatrapati shivaji international airport