આતંકવાદી હુમલાની આશંકાએ વેસ્ટર્ન રેલવેએ સુરક્ષાબંદોબસ્ત વધાર્યો

03 March, 2019 08:48 AM IST  | 

આતંકવાદી હુમલાની આશંકાએ વેસ્ટર્ન રેલવેએ સુરક્ષાબંદોબસ્ત વધાર્યો

વેસ્ટર્ન રેલવે

વેસ્ટર્ન રેલવે દ્વારા આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશનાં તમામ રેલવે સ્ટેશનને અલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. ગુપ્તચર એજન્સીઓની સૂચના અનુસાર રેલવે પ્રોટેક્શન ફોર્સને લાંબા અંતરની ટ્રેનો વિશેષ કરીને જન્મુ જતી અને આવતી ટ્રેનો પર તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

મુંબઈ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના IGએ મુંબઈ, અમદાવાદ, વડોદરા, રતલામ, રાજકોટ, ભાવનગર રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓને એક પત્ર લખી આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં લેતાં અલર્ટ રહેવાની સૂચના આપી છે. પુલવામામાં હુમલા બાદ રેલવે સ્ટેશનો અને લાંબા અંતરની ટ્રેનોના મુસાફરો પર વિશેષ ધ્યાન રાખી તમામ સામાનનું ચેકિંગ હાથ ધરવા તાકીદ કરવામાં આવી છે. તમામ રેલવે સ્ટેશનો પર વધારાનો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

હાઈએલર્ટ વચ્ચે ગુજરાતનાં સાત શહેરોમાંથી પકડાયાં ગેરકાયદે હથિયારો

રાજકોટ, જામનગર, અમદાવાદ, કલોલ, સુરત, દાહોદ અને સુરેન્દ્રનગરમાં ગેરકાયદે હથિયાર વેચનારાઓ પાસેથી કુલ ૧૪ પિસ્તોલ અને દેશી તમંચા પકડાયાં

પુલવામા અને એ પછી ભારત દ્વારા કરવામાં આવેલી ઍર-સર્જિકલ સ્ટ્રાઇકના પગલે ગુજરાતમાં કરવામાં આવેલા હાઈએલર્ટે ગુજરાત સરકારને ચિંતા ઊપજે એવા સમાચાર લાવવાનું કામ કર્યું છે. ગુજરાતમાં જાહેર કરવામાં આવેલા હાઈએલર્ટ દરમ્યાન ગઈ કાલે ગુજરાતનાં રાજકોટ, જામનગર, અમદાવાદ, કલોલ, સુરત, દાહોદ અને સુરેન્દ્રનગર એમ કુલ સાત શહેરોમાંથી ગેરકાયદે હથિયાર સાથે આઠ લોકોની અરેસ્ટ કરવામાં આવી હતી. આ આઠ લોકો પાસેથી પોલીસે ચૌદ પિસ્તોલ અને દેશી તમંચા પણ જપ્ત કર્યા છે.

પકડાયેલા આ માલની અંદાજિત કિંમત સાત લાખ રૂપિયા થાય છે. આ દેશી તમંચા અને રિવોલ્વરને ક્યાંય ભારત-પાકિસ્તાન સંબંધોના ટેન્શન સાથે નિસ્બત નથી, પણ આ અંગત અદાવત માટે મગાવવામાં આવેલાં હથિયાર છે. હથિયારની સપ્લાય બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસ દ્વારા હવે આ હથિયારના સપ્લાયરોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

CSMT લોકલ સ્ટેશન પર ગન સાથે એક યુવકની ધરપકડ

એક ૨૧ વર્ષના યુવાનની રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)એ છત્રપતિ શિવાજી મહારાજા ટર્મિનશ રેલવે સ્ટેશનેથી લોકલ ટ્રેનના જનરલ કૉચમાંથી શંકાના આધારે તલાશી લેતા એક ગન સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સ્લમવાસીઓને મોટા ઘર આપવાનું વચન: રાહુલ ગાંધી

RPFના અધિકારીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં રહેતા રામ કિશોરે સોનીની ગઈ કાલે બપોરે ૨.૨૦ વાગ્યે પ્લેટફોર્મ નંબર બે પર લોકલ ટ્રેનના જનરલ કૉચમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની રૅડ કલરની પટ્ટીવાળી બૅગની શંકાના અધારે તલાસી દરમિયાન તેની પાસેથી એક ગન મળી આવી હતી. સોનીએ આ વિશે સંતોષકારક જવાબ નહી આપતા તેની ધરપકડ કરીને વધુ તપાસ માટે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.

western railway indian railways churchgate