મહારાષ્ટ્રઃ ISIS સાથે જોડાયેલા 9ની ધરપકડ, વિસ્ફોટકો મળ્યા

23 January, 2019 12:56 PM IST  |  મુંબઈ

મહારાષ્ટ્રઃ ISIS સાથે જોડાયેલા 9ની ધરપકડ, વિસ્ફોટકો મળ્યા

મહારાષ્ટ્ર એટીએસે કર્યો ખુલાસો

મહારાષ્ટ્રના થાણેના મુંબ્રામાં ખતરનાક આતંકી સંગઠન ISISના મોડ્યુલનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરર સ્ક્વોડે મુંબ્રામાંથી 4 લોકોની અને ઔરંગાબાદમાંથી 5 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ધરપકડ કરતાયેલ તમામ લોકો બેંગાલુરુના સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સભ્યો છે અને તેઓ ISIS મોડ્યુલ પર કામ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રની એન્ટી ટેરર સ્ક્વોડે આ શઆખા સાથે જોડાયેલા મોહમ્મદ મઝહર શેખ, મોહસીન ખાન, ફદાહ ખાન અને તકીની મુંબ્રાથી અટકાયત કરવામાં આવી છે. જ્યારે ઔરંગાબાદથી મોહમ્મદ મોહસિન, સિરાઝ ખાન, સિરાજુલ્લાહ ખાન અને તેના બે સાળા સરફરાઝ અને મોહમ્મજ તકીઉલ્લાહની અટકાયત કરવામાં આવી છે.

હાલ આ મામલે ATS આગળ તપાસ કરી રહી છે. જો કે ATSને ઝડપાયેલા તમામ લોકોએ આતંકી સંગઠન ISIS પાસેથી તાલીમ લીધી હોવાની શંકા છે. ATSએ શંકાસ્પદ લોકોના ઘરે દરોડા પાડીને ઘરના દરેક સભ્યોના મોબાઈલ ફોન,સિમ કાર્ડ અને લેપટોપ જપ્ત કરી લીધા છે.

મહારાષ્ટ્ર ATSએ આપેલી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા તમામ લોકો આતંકી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવે છે. ગણતંત્ર દિવસ પહેલા મહારાષ્ટ્ર એટીએસ રાજ્યમાં સ્લીપર્સ સેલ પર નજર રાખી રહી હતી. ચોક્કસ બાતમી બાદ ATSએ આ તમામ લોકો વિશે માહિતી એકઠી કરી હતી અને તેમના પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી નજર રાખવામાં આવી રહી હતી. તેના પરથી મળેલી માહિતી બાદ 9 લોકોની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચોઃ NIAનો ખુલાસો: લખનઉના મા-દીકરાએ કરી હતી ISIS મોડ્યુલ માટે ટેરર ફંડિંગ

મહારાષ્ટ્ર ATSએ આ કથિત આતંકીઓને ઝડપી લેવા માટે 12 જેટલી ટીમ બનાવી હતી. આ ટીમોને મંગળવારે રાત્રે મુમ્બ્રા, થાણે અને ઔરંગાબાદ સહિત અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા કર્યા. દરોડા દરમિયાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમને કેમિકલ, વિસ્ફોટકો, મોબાઇલ ફોન, હાર્ડ ડ્રાઇવ, સિમ કાર્ડ્સ, એસિડ બોટલ, તીક્ષ્ણ હથિયારો મળી આવ્યાં હતા.

mumbai news