મહારાષ્ટ્ર દિને સચિન તેંડુલકરનાં ધાતુશિલ્પોનું લોકાર્પણ ટલ્લે ચડ્યું

27 April, 2019 07:53 AM IST  |  મુંબઈ | હેમલ આશર

મહારાષ્ટ્ર દિને સચિન તેંડુલકરનાં ધાતુશિલ્પોનું લોકાર્પણ ટલ્લે ચડ્યું

સચિન તેંડુલકરનાં ધાતુશિલ્પોનું લોકાર્પણ ટલ્લે ચડ્યું

બાંદરાના જોગર્સ પાર્ક પાસેના ટ્રાફિક આઇલૅન્ડ પર ક્રિકેટના ભગવાન માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટીલના શિલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ વધુ એક વખત મુલતવી રાખવામાં આવ્યો છે. બાંદરા પશ્ચિમમાં જોગર્સ પાર્કને છેવાડે લાફ્ટર ક્લબની નજીક શિલ્પકાર જયદીપ મેહરોત્રાએ ‘બિટવીન ધ લાઇન્સ’ અને ‘માઇલસ્ટોન’ નામે રચેલા ધાતુશિલ્પોનું લોકાર્પણ મહારાષ્ટ્ર દિન (૧ મે)ના દિવસે ‘બિગ બી’ અમિતાભ બચ્ચનના હસ્તે નર્ધિારિત કરાયું હતું.

મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ ૨૦ એપ્રિલે બહાર પાડેલા પરિપત્રને કારણે લોકાર્પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશન ફોર આટ્ર્સ, મ્યુઝિક ઍન્ડ કલ્ચરે આર્ટ વર્ક અથવા મ્યુરલ સ્કલ્પચર સ્થાપવાના પ્રસ્તાવ બાબતે શરતો સંબંધી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ‘આઇ લવ વૉર્ડ-એરિયા સંબંધી ચિત્રો કે મૂર્તિઓ-શિલ્પો વિશેના એ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કોઈ શિલ્પ કે મ્યુરલ અથવા અન્ય કલાકૃતિ સ્થાપતાં પૂર્વે એ કોઈ વ્યક્તિના ચહેરા કે રૂપ સાથે સમાનતા ધરાવે છે કે નહીં એની કાળજી રાખવી જરૂરી છે.’ અન્ય શબ્દોમાં શિલ્પો અને મ્યુરલ્સને નામે જ્યાં ત્યાં પૂતળાં ઊભાં કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

આ પણ વાંચો : હું શિવાજીનો માવળો છું : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જોકે હર્ષ ગોએન્કાના આર.પી.જી. ફાઉન્ડેશનના નેજા હેઠળ રચવામાં આવેલા સચિન તેંડુલકરના ધાતુશિલ્પો એક કે બીજા કારણે મુંબઈના જુદાં જુદાં ઠેકાણે ફરતાં રહે છે. એ ધાતુશિલ્પો સૌપ્રથમ ૨૦૧૪ના જૂન મહિનામાં વરલીના સાસ્મિરા ચોક પાસેના ટ્રાફિક આઇલૅન્ડ પર ગોઠવાયાં હતાં.

sachin tendulkar worli carter road brihanmumbai municipal corporation marine drive mumbai news