BMCના નવા પાર્કિંગ દંડના નિયમને સાઉથ મુંબઈના રહિશો કોર્ટમાં પડકારશે

10 July, 2019 08:02 AM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

BMCના નવા પાર્કિંગ દંડના નિયમને સાઉથ મુંબઈના રહિશો કોર્ટમાં પડકારશે

BMCના નવા પાર્કિંગ દંડના નિયમને સાઉથ મુંબઈના રહિશો કોર્ટમાં પડકારશે

સાઉથ મુંબઈમાં વાલકેશ્વર અને નેપિયન સી રોડના રહિશો પાર્કિંગ દંડના વિરોધમાં કોર્ટમાં દસ્તક આપે એવી શક્યતાઓ છે.
પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવાની જગ્યાએ બૃહન મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાર્કિંગ દંડ વસૂલવાના નિર્ણય પર અડગ હોવાનું જણાવ્યું છે. વાહનચાલકોને પાર્કિંગની જગ્યા મળતી નથી એમાં પણ ખોટી જગ્યાએ પાર્કિંગ કરાતાં ૧૦ હજાર રૂપિયાનો દંડ ભરવો ન પડે એ માટે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ને‌પિયન સી રોડના રહિશ મુકેશ જેઠવાએ જણાવ્યું હતું કે ‘૧૦ હજારનો દંડ ભરવો એ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. અમે આ વિષય પર અમારા વકીલ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું છે. જો આ બાબતે રાહત આપવામાં આવશે નહીં તો અમારી પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી.

બીજી બાજુ ‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વી. મોટોએ જણાવ્યું હતું કે ‘જે નિર્ણય લેવામાં આવ્યો છે એ હમણાં લાગુ રહેશે. સ્થાનિક રહિશો સાથે મીટિંગ કરી હતી, પણ અમે તેમના પ્રશ્નોનો જવાબ આપી શકતા નથી.’

આ પણ વાંચો : હાશ, રિક્ષાની હડતાળ પાછી ખેંચાઈ

૮ જુલાઈએ વૉર્ડ નંબર ૮ની ઑફિસ બહાર સ્થાનિક રહિશોએ પાર્કિંગ ચાર્જ પૉલિસી અંગે વિરોધપ્રદર્શન કર્યો હતો. પૉલિસી લાગુ કર્યાના પહેલા દિવસે રવિવારે બીએમસી દ્વારા ૧૦ કાર ટોઇંગ કરવામાં આવી હતી. બીએમસીએ પ્રત્યેક નો પાર્કિંગ કાર દીઠ ૧૦ હજારનો દંડ વસૂલ્યો હતો.

mumbai mumbai news brihanmumbai municipal corporation walkeshwar chetna yerunkar