મુંબઈ: કચરાના ડબ્બામાંથી મળેલું મંગળસૂત્ર માલિકને પાછું સોંપી દીધું

16 May, 2019 12:56 PM IST  |  મુંબઈ | ચૈત્રાલી દેશમુખ

મુંબઈ: કચરાના ડબ્બામાંથી મળેલું મંગળસૂત્ર માલિકને પાછું સોંપી દીધું

પુણેની સફાઈ કામગારની પ્રામાણિકતા

પુણેના વૈભવી વિસ્તાર ગણાતા સદાશિવ પેઠની હાઉસિંગ સોસાયટીઓમાંથી કચરો ભેગો કરનારી સફાઈ કામગાર સ્વાતિ ગાયકવાડે એક ડસ્ટબિનમાંથી મળેલું બે લાખ રૂપિયાની કિંમતનું એક મંગળસૂત્ર એના માલિકને પાછું આપી દીધું હતું. ગઈ કાલે સવારે લગભગ સાડા સાત વાગ્યા પછીના ગાળામાં સ્વાતિને સૂકા કચરાના એક ડસ્ટબિનમાં કંઈક ચમકતું દેખાયું હતું. સ્વાતિએ એ વાત પતિ ઔદુંબરને કહી અને એ ડસ્ટબિન જે ફ્લૅટનું હતું ત્યાં બન્ને પહોંચ્યાં હતાં. ફ્લૅટનું બારણું એના માલિક શ્રી ધૂમકરે ખોલ્યું હતું. ગાયકવાડ દંપતીએ મંગળસૂત્ર એમને આપ્યું અને એ પુરુષે મંગળસૂત્ર પાછું મળ્યું હોવાની વાત ચોધાર આંસુએ રડતી પત્ની રાજશ્રીને બોલાવીને જણાવી હતી.

આ પણ વાંચો : મુંબઈ: કૅરટેકરમાંથી લૂંટારુ બનવા ગયેલાને બે વેપારીબંધુઓએ પકડી પાડ્યો

રાજશ્રી ઘરના કબાટની સાફસૂફ કરતાં હતાં ત્યારે કચરા સાથે ડસ્ટબિનમાં પડી ગયેલું મંગળસૂત્ર મેળવીને ખુશી સાથે વારંવાર આભાર માન્યો હતો. ગાયકવાડ દંપતીની પ્રામાણિકતાના સમાચાર ફેલાતાં હાઉસિંગ સોસાયટીના એક ડૉક્ટરે એમને ૪૦૦૦ રૂપિયા બક્ષિસ રૂપે આપ્યા હતા. ગાયકવાડ દંપતી એ રૂપિયાનો ઉપયોગ દીકરીના કમ્પ્યુટર ક્લાસીસની ફી ભરવામાં કરશે. પુણેના દાંડેકર બ્રિજ પાસે રહેતા ગાયકવાડ દંપતીને બે દીકરા અને એક દીકરી છે. સ્વાતિ અને એનો પતિ ઔદુંબર વેસ્ટ મૅનેજમેન્ટની પ્રવૃત્તિમાં સક્રિય નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં નોકરી કરે છે. એ બન્ને સોસાયટીના લોકોની ડસ્ટબિન્સમાંથી સૂકો અને ભીનો કચરો જુદો પાડીને ગાર્બેજ યુનિટમાં ઠાલવવાનું કામ કરે છે.

pune news mumbai news chaitraly deshmukh