મુંબઈ, ડોમ્બિવલી અને થાણે વચ્ચેનું અંતર ઘટશે

13 January, 2023 10:00 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

ઐરોલી-કાટઈ નાકા એલિવેટેડ રોડનું ૮૮ ટકા કામ થયું પૂરું : બે ટનલ ધરાવતો આ પ્રોજેક્ટ પૂરો થતાં કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ અને બદલાપુરના ટ્રાફિકમાં પણ ઘટાડો થશે

પારસિક હિલ નીચેથી પસાર થનારી બે ટનલ

ઐરોલી-કાટઈ નાકા એલિવેટેડ રોડનું કામ ૮૮ ટકા પૂરું થયું છે તો ટ‍્વિન ટનલનું કામ પણ ૬૬ ટકા જેટલું પૂરું થઈ ગયું છે. આ પ્રોજેક્ટથી ડોમ્બિવલી, થાણે અને મુંબઈ વચ્ચેના અંતરમાં બહુ જ મોટો ઘટાડો થશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના એક અધિકારીએ કહ્યું હતું કે આ મહત્ત્વના પ્રોજેક્ટને હાથ ધરીને એમએમઆરડીએ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં મહત્ત્વનું કામ કરી રહી છે.

નવેમ્બર ૨૦૧૭થી ઐરોલી અને કાટઈ નાકા વચ્ચે ૧૨.૦૭ કિલોમીટર લાંબી લિન્ક પ્રોજેક્ટનું કામકાજ શરૂ થયું હતું

ઐરોલી અને કાટઈ નાકા વચ્ચેનો લિન્ક પ્રોજેક્ટ ૨૦૧૭માં શરૂ થયો હતો. ૧૨.૦૯ કિલોમીટર લાંબા આ રોડના એક પ્રોજક્ટ અંતર્ગત ૧.૬૯ કિલોમીટર લાંબી ટનલ આવે છે જે પારસિક હિલની નીચે બની રહી છે.

આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ અને બદલાપુર વચ્ચેનો ટ્રાફિકનો ભરાવો ઘટશે. બન્ને તરફનું નિર્માણકાર્ય મહત્ત્વના તબક્કામાં છે. ઐરોલી-કાટઈ નાકા પ્રોજેક્ટ મુંબઈ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દ્વારા હાથમાં લેવામાં આવ્યો હતો. એને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે. આ એલિવેટેડ રોડ કલ્યાણ-ડોમ્બિવલી અને નવી મુંબઈ વચ્ચેનું અંતર સાત કિલોમીટર અને મુસાફરીનો સમય ૧૫ મિનિટ ઘટાડશે. ઐરોલી અને કાટઈ નાકા વચ્ચેનો હાલનો રસ્તો ૩૫થી ૪૫ મિનિટ જેટલો સમય લે છે. 

mumbai mumbai news airoli dombivli ranjeet jadhav