15 November, 2026 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે ૫૬ વૃક્ષો કાપવામાં આવશે અને અન્ય ૭૨ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે સ્થાનાંતરણ કરવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ટ્રી ઑથોરિટી સમક્ષ રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શુક્રવારે મંજૂરી આપવામાં આવી હતી. રેલવે લૅન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (RLDA) દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ મુજબ પ્રોજેક્ટ-સાઇટ પર કુલ ૨૪૨ વૃક્ષો છે, જેમાંથી ૧૨૮ વૃક્ષોને અસર થવાની શક્યતા છે. આ પૈકી ૫૬ વૃક્ષો કાપવા માટે અને ૭૨ વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે નક્કી કરવામાં આવ્યાં છે.