22 November, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રતિબંધિત તમાકુની પ્રોડક્ટ્સ રાખવા અને વેચવા બદલ નવી મુંબઈની પોલીસે પાનના ચાર ગલ્લાવાળાઓની ધરપકડ કરી હતી. સોમવારે ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ એપીએમસી માર્કેટમાં આવેલાં ચાર સ્થળે રેઇડ પાડી હતી તેમ જ ૫,૦૦૦ રૂપિયાની તમાકુની પ્રોડક્ટ્સ જપ્ત કરી હતી. આરોપીઓ ૨૩થી માંડીને ૬૧ વર્ષના હતા. આરોગ્ય માટે હાનિકારક હોવાનું જાણતા હોવા છતાં તેઓ આવી પ્રોડક્ટ્સનો સંગ્રહ કરતા હતા. તેઓ ક્યાંથી આ વસ્તુઓ મેળવે છે એની તપાસ પોલીસે શરૂ કરી છે. ૨૦૧૨થી મુંબઈમાં ગુટકા અને ફ્લેવર્ડ તમાકુના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે.