મુંબઈની લોકલ ટ્રેનમાંથી પડી જવાથી એક વર્ષમાં 2507 લોકોના મોત, કલ્યાણમાં સૌથી વધુ મૃત્યુ

12 January, 2023 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઇન સહિત મુંબઈ લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 700 મુસાફરોના મોત થયા છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા એક વર્ષમાં મુંબઈની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train)માંથી પડીને કુલ 2507 લોકોના મોત થયા છે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં સેન્ટ્રલ (Central Railway) અને વેસ્ટર્ન રેલવે (Western Railway) સહિત ટ્રેનમાંથી પડી જવાથી 700 મુસાફરોના મોત થયા છે.

અન્ય લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ રેલવે લાઇન ક્રોસ કરતી વખતે અથવા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે થાંભલાને અથડાવાને કારણે મૃત્યુ પામ્યા હતા. રેલવે પ્રશાસન અને રેલવે સુરક્ષા દળોના તમામ પ્રયાસો છતાં, જે રીતે મુસાફરો રેલ સંબંધિત અકસ્માતોમાં જીવ ગુમાવે છે તે ચિંતાનો વિષય છે. વધતી જતી ટ્રેન દુર્ઘટનાઓ પાછળ જાણીને કહેવાય છે કે, આ બધા પાછળ મુસાફરોની બેદરકારી છે. મુસાફરો ઘણીવાર સ્ટેશન પરિસરમાં અથવા ટ્રેનની અંદર રેલવે દ્વારા કરવામાં આવતી જાહેરાતોને અવગણે છે. ઉપરાંત, ધસારાના સમયે સ્ટેશન પર ભીડ ભેગી થાય છે.
જાણો રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા શું કહે છે

સેન્ટ્રલ રેલવે

લાઇન ક્રૉસ કરવાના કારણે 77 સ્ત્રી અને 577 પુરુષના મૃત્યુ થયા હતા. સૌથી વધુ 127 મોત થાણે સ્ટેશન પર તો 101 કુર્લા સ્ટેશન પર થયા હતા. તો ટ્રેનમાંથી પડી જવાને કારણે 31 સ્ત્રી અને 479 પુરુષોના મોત નિપજ્યાં હતા. સૌથી વધુ 105 મૃત્યુ કલ્યાણ સ્ટેશન (Kalyan Station) પર અને 89 મૃત્યુ થાણે સ્ટેશન પર થયા હતા.

આ પણ વાંચો: 15 જાન્યુઆરીના રોજ તાતા મેરેથૉન માટે પશ્ચિમ રેલવે દોડાવશે 2 સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ પશ્ચિમ રેલવે

લાઇન ક્રૉસ કરવાના કારણે 39 સ્ત્રી અને 425 પુરુષના મૃત્યુ થયા હતા. સૌથી વધુ 140 મોત બોરીવલી સ્ટેશન પર તો 113 કુર્લા સ્ટેશન પર થયા હતા. તો ટ્રેનમાંથી પડી જવાને કારણે 21 સ્ત્રી અને 169 પુરુષોના મોત નિપજ્યાં હતા. સૌથી વધુ 40 મૃત્યુ બોરીવલી સ્ટેશન પર અને 67 મૃત્યુ વસઇ સ્ટેશન પર થયા હતા.
6 ડિસેમ્બરે, મુંબઈના માહિમ વિસ્તારનો રહેવાસી 10 વર્ષીય ફરહાન અંસારી નમાઝ અદા કરવા માટે તેના 2-3 મિત્રો સાથે માહિમથી બાંદ્રા તરફ ગયો હતો. આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ફરહાન અચાનક ટ્રેનમાંથી પડી ગયો હતો. અકસ્માતમાં ફરહાને તેનો એક પગ ગુમાવ્યો હતો, પરંતુ સમયસર બાંદ્રા સ્ટેશન પર હાજર જીઆરપી પોલીસ કોન્સ્ટેબલ ચેતન તાટુએ બહાદુરી બતાવી અને ફરહાનને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

mumbai mumbai news mumbai local train western railway central railway