બોરીવલીમાં દસમા માળે ૨૪ વર્ષનો યુવાન ACનું ફિટિંગ કરતી વખતે નીચે પટકાયો, ઘટનાસ્થળે જ મોત

24 January, 2026 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીમાં દસમા માવિવેક તેના ભાઈ અને મામા સાથે નાલાસોપારામાં રહેતો હતો અને છેલ્લાં ૩ વર્ષથી AC ફિટિંગનું કામ કરતો હતોળે ૨૪ વર્ષનો યુવાન ACનું ફિટિંગ કરતી વખતે નીચે પટકાયો, ઘટનાસ્થળે જ મોત

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી-વેસ્ટમાં આઇ. સી કૉલોનીમાં આવેલા ક્રેસન્ટ હાઇટ્સ બિલ્ડિંગના દસમા માળે ફ્લૅટ નંબર ૧૦૦૩માં ઍર-ક​ન્ડિશનર (AC)ના આઉટડોર યુનિટનું ફિટિંગનું કામ કરી રહેલા ૨૪ વર્ષના વિવેક યાદવનું સંતુલન જવાથી નીચે પડતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતું. વિવેક તેના ભાઈ અને મામા સાથે નાલાસોપારામાં રહેતો હતો અને છેલ્લાં ૩ વર્ષથી AC ફિટિંગનું કામ કરતો હતો.

MHB પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિવેક ઇન્ડોકૂલ નામની કંપનીમાં કામ કરતો હતો અને તેને બોરીવલીમાં AC ફિટિંગના કામ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટના ૨૦ જાન્યુઆરીએ બપોરે બની હતી. ફિટિંગ દરમ્યાન બેડરૂમની બહાર કોઈ સુરક્ષા-જાળી કે ગ્રિલ ન હોવાથી વિવેકનો પગ લપસ્યો હતો અને તે સીધો જમીન પર પટકાયો હતો. તેને ગંભીર હાલતમાં કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિવેકના ભાઈ વિનય યાદવે દાવો કર્યો છે કે ઇન્ડોકૂલ કંપનીના માલિક અજય અને મૅનેજર રાકેશે સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા કે જરૂરી સાધનો પૂરાં પાડ્યાં નહોતાં. સુરક્ષાનાં સાધનોના અભાવે વિવેકે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવતાં અમે જવાબદાર માલિક અને મૅનેજર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.’

borivali mumbai mumbai news