26 December, 2025 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૬ જણની ગૅન્ગની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઑફ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ આ ગૅન્ગ પાસેથી મોટા પ્રમાણમાં આઇફોન અને પાકિસ્તાની કૉસ્મેટિક ક્રીમ જપ્ત કરીને સ્મગલિંગ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. માહિતીના આધારે DRIના અધિકારીઓએ દુબઈથી મુંબઈ આવેલી ૭ વ્યક્તિની અટકાયત કરી હતી. તેમના લગેજની તપાસમાં ૩.૩૮ કરોડ રૂપિયાની કિંમતના ૧૮૬ આઇફોન અને ૯.૨૬ લાખ રૂપિયાની ૨૫૩૨ પાકિસ્તાની કૉસ્મેટિક બ્યુટી ક્રીમ મળી આવ્યાં હતાં. અટકાયત પછી આરોપીઓ આ માલનો કાયદેસરનો કબજો દર્શાવી શકે એવા કોઈ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરી શક્યા નહોતા. પૂછપરછ દરમ્યાન તેમણે સ્વીકાર્યું હતું કે અમે મોટી સિન્ડિકેટમાં કૅરિયર તરીકે કામ કરીએ છીએ.