મુંબઈમાં ૧૬૪ સ્કૂલો ગેરકાયદે જાહેર : હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર લટકતી તલવાર

19 April, 2026 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કડક કાર્યવાહીને કારણે આ સ્કૂલોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર અનિશ્ચિતતાનાં વાદળો છવાયાં છે.

પ્રતીકાત્મક તસવીર

શૈક્ષણિક સત્રની પ્રવેશ-પ્રક્રિયાના પ્રારંભ પહેલાં જ BMCના શિક્ષણ વિભાગે ૧૬૪ જેટલી સ્કૂલોને ગેરકાયદે જાહેર કરી છે. સુધરાઈ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્કૂલો રાજ્ય સરકાર અથવા નાગરિક સંસ્થાની ફરજિયાત માન્યતા વિના સંચાલિત થઈ રહી છે. તંત્રએ આ સ્કૂલોના સંચાલકોને તાત્કાલિક ધોરણે સ્કૂલો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુધરાઈની યાદી મુજબ આ ગેરકાયદે સ્કૂલો મુંબઈના ધારાવી, કુર્લા, ગોવંડી, કાંદિવલી, જોગેશ્વરી, વિક્રોલી અને ભાંડુપ સહિતના વિસ્તારોમાં ફેલાયેલી છે. આ યાદીમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ઉર્દૂ એમ તમામ માધ્યમોની સ્કૂલોનો સમાવેશ થાય છે. આ કડક કાર્યવાહીને કારણે આ સ્કૂલોમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર અનિશ્ચિતતાનાં વાદળો છવાયાં છે.

mumbai news mumbai Crime News brihanmumbai municipal corporation Education