13 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ ગુરુવારે અંધેરીની એક હોટેલમાં રેઇડ પાડીને પ્રોસ્ટિટ્યુશનના રૅકેટનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાંથી ૧૫ વર્ષની ટીનેજરને બચાવી લેવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને માહિતી મળી હતી કે ‘એક હોટેલમાં પ્રોસ્ટિટ્યુશનનું રૅકેટ ચાલે છે. એથી તેમણે પહેલાં તપાસ કરી હતી અને ત્યાર બાદ ખાતરી કરીને એક બનાવટી કસ્ટમરને ત્યાં મોકલવામાં આવ્યો હતો. આમ સેક્સ-રૅકેટનો ભાંડો ફૂટ્યો હતો. સોશ્યલ વર્કરને સાથે રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે ૧૫ વર્ષની ટીનેજરને છોડાવી હતી અને તેને આ કામમાં ધકેલનાર મહિલાની ધરપકડ કરી હતી.’