મુંબઈના કેટલાક ભાગમાં ૭થી ૯ ઑક્ટોબર ૧૦ ટકા પાણીકાપ

04 October, 2025 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીસે-પાંજરાપુરમાં આવેલા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ​મીટર ચેન્જ કરવાનું છે

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગઈ કાલે જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે પીસે-પાંજરાપુરમાં આવેલા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ​મીટર ચેન્જ કરવાનું હોવાથી એ કામ સાતથી ૯ ઑક્ટોબર દરમ્યાન બપોરના ૧૨.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા દરમ્યાન કરવામાં આવશે. એને લીધે ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે.

આ પાણીકાપને લીધે A વૉર્ડમાં આવતા કફ પરેડ, નરીમાન પૉઇન્ટ અને ફોર્ટ, B વૉર્ડમાં આવતા મોહમ્મદ અલી રોડ અને ડોંગરી, E વૉર્ડમાં આવતા ભાયખલા, F સાઉથ વૉર્ડમાં આવતા પરેલ અને F નૉર્થ વૉર્ડમાં આવતા માટુંગા, L વૉર્ડના કુર્લા-ઈસ્ટ, N વૉર્ડના વિક્રોલી અને ઘાટકોપર તથા S વૉર્ડના ભાંડુપ, નાહુર, કાંજુરમાર્ગ અને મુલુંડમાં પાણી ઓછું આવશે. લોકોને પાણી સાચવીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.

mumbai news mumbai Water Cut brihanmumbai municipal corporation