મુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ

03 January, 2021 01:26 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

મુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ

ઝકી-ઉર-રહેમાન લખવી

પાકિસ્તાને ફરી એકવાર મુંબઈ પર થયેલા ૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના સર્વેસર્વા ઝકી-ઉર-રહેમાન લખવીને ટેરર ફન્ડિંગ મામલે અટકાયત કરવાનું માત્ર નાટક કર્યું છે. આતંકવાદીઓને આર્થિક મદદ કરવાના આરોપસર પાકિસ્તાનના પંજાબમાં તેની અટકાયત કરવામાં આવી છે. જોકે તેની ધરપકડને મુંબઈ હુમલા સાથે કોઈ જ લેવાદેવા નથી.

પાકિસ્તાનના પંજાબના આતંક વિરોધી વિભાગના પ્રવકતાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે લખવીની લાહોરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તે ડિસ્પેન્સરીના નામે મળી રહેલા ફન્ડનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરતો હતો. લખવીને વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર કર્યો હતો.

international news pakistan mumbai mumbai terror attacks 26/11 attacks