વુહાનની સંસ્થાને વાઇરસના સંશોધન માટે અમેરિકાથી ઘણુ ફન્ડ મળ્યું જ છે

09 September, 2021 11:34 AM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં કોરોના વાઇરસ સંબંધી સંશોધનને પીઠબળ આપવા માટે અમેરિકાની સરકારે ઇકોહેલ્થ અલાયન્સ નામના હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ૩.૧ મિલ્યન ડૉલર ફાળવ્યા હોવાનું અમેરિકાના પબ્લિક હેલ્થ ડૉક્યુમેન્ટ્સમાં જાણવા મળ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન : (એ.એન. આઇ.) ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં કોરોના વાઇરસ સંબંધી સંશોધનને પીઠબળ આપવા માટે અમેરિકાની સરકારે ઇકોહેલ્થ અલાયન્સ નામના હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ૩.૧ મિલ્યન ડૉલર (અંદાજે ૨૨.૮૧ કરોડ રૂપિયા) ફાળવ્યા હોવાનું અમેરિકાના પબ્લિક હેલ્થ ડૉક્યુમેન્ટ્સમાં જાણવા મળ્યું હતું. અગાઉની ૫,૯૯,૦૦૦ ડૉલર(૪.૪૧ કરોડ રૂપિયા)ની રકમ સહિત બૅટ કોરોના વાઇરસ ગ્રાન્ટ રૂપે ઇકોહેલ્થ અલાયન્સને ૩.૧ મિલ્યન ડૉલરનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. 
આ નવા પબ્લિક ડૉક્યુમેન્ટ્સને ટાંકતાં કેન્ટુકી સ્ટેટનું પ્રતિનિધિત્વ કરતા સેનેટર રેન્ડ પૉલે જણાવ્યું હતું કે ‘પબ્લિક ડૉક્યુમેન્ટ્સ દ્વારા વુહાનમાં કોરોના વાઇરસના રિસર્ચમાં અમેરિકાના ભંડોળની રકમ જે રીતે પ્રકાશમાં આવી રહી છે એ જોતાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી અૅન્ડ ઇન્ફેક્શિયસ ડિસિઝના વડા ડૉ. એન્થની ફૉચી અગાઉ કૉન્ગ્રેસ સામે ખોટું બોલ્યા હોવાનું ફલિત થાય છે. ફૉચીએ અગાઉ અમેરિકાએ કોઈ એજન્સીને નાણાં ફાળવ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. ફૉચીના કૉન્ગ્રેસ સમક્ષ જૂઠાણાંની ન્યાય મંત્રાલયે ચકાસણી-સમીક્ષા કરવી જોઈએ.’

china international news