કોરોના વાઇરસથી બચવા ચીનાઓએ વાઇરસ ટ્રૅકર ઍપ્સ વિકસાવી

05 February, 2020 10:55 AM IST  |  Wuhan

કોરોના વાઇરસથી બચવા ચીનાઓએ વાઇરસ ટ્રૅકર ઍપ્સ વિકસાવી

કોરોના વાઇરસ

ચીનમાં ફેલાયેલા મહાવિનાશક ‘કોરોના વાઇરસ’થી બચવા માટે ચાઇનીઝ નાગરિકો હવે વાઇરસ ટ્રૅકિંગ ઍપ્સની શરણે આવી ગયા છે. ચીનની ‘ક્વૉન્ટ અર્બન’ નામની ડેટા મેપિંગ કંપની ‘વીચેટ’ નામની ચેટિંગ ઍપ્લિકેશને ખાસ મિની પ્રોગ્રામ તૈયાર કર્યા છે. આ પ્રોગ્રામ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બનેલા લોકો છે જેથી યુઝર્સ વધુ કાળજી લઈ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.

ચેટિંગ ઍપ ‘વી ચેટ’એ ‘એપિડેમિક સિચ્યુએશન’ નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે શેન્ઝેન અને ગ્વાંગઝુના દક્ષિણ તરફના વિસ્તારોને આવરી લે છે, જ્યારે ‘કવાંટઅર્બન’નો બ્રાઉઝર આધારિત નકશા પર તૈયાર થયેલો પ્રોગ્રામ એ પ્રોવિન્સનાં અન્ય નવ શહેરોને આવરી લે છે. આ બન્ને પ્લૅટફૉર્મ પર જઈને યુઝર જાણી શકે છે કે પોતાની આસપાસ કયો વિસ્તાર કોરોના વાઇરસથી અસરગ્રસ્ત છે. એ વિસ્તારથી યુઝરનું એક્ઝેક્ટ અંતર પણ દર્શાવવામાં આવે છે જેથી યુઝર એનાથી દૂર જઈને વાઇરસથી બચી શકે અથવા તો અલગ રૂટ પસંદ કરી શકે.

china coronavirus international news