૬ ફૂટ ૮ ઇંચની જગતની લાંબામાં લાંબી ટીનેજરનો બૉયફ્રેન્ડ ૪ ફૂટ ૪ ઇંચનો

25 December, 2012 03:52 AM IST  | 

૬ ફૂટ ૮ ઇંચની જગતની લાંબામાં લાંબી ટીનેજરનો બૉયફ્રેન્ડ ૪ ફૂટ ૪ ઇંચનો


૧૭ વર્ષની એલિસેની સિલ્વા નામની આ છોકરીની હાઇટ છ ફૂટ આઠ ઇંચની છે. જ્યારે તેના ૨૨ વર્ષના બૉયફ્રેન્ડ ફ્રાન્સિનાલ્ડોની હાઇટ ચાર ફૂટ ચાર ઇંચની છે. એલિસેનીના શરીરમાં પિચ્યુટરી ગ્રંથિમાં થયેલા ટ્યુમરને કારણે તેની ઊંચાઈમાં અસાધારણ વધારો થયો હતો. ડૉક્ટરોએ ઘણા સમય પહેલાં ટ્યુમર દૂર કરી દેતાં આ છોકરી હવે સાજી છે.

મૉડલ તરીકે કરીઅર બનાવવા માગતી એલિસેનીનું કહેવું છે કે ‘ફ્રાન્સિનાલ્ડોની પર્સનાલિટી મને સૌથી વધારે ગમે છે તે મારી સાથે તથા અન્ય લોકો સાથે જે રીતે વર્તે છે એ મને પસંદ છે, પણ જ્યારે અમે એકમેકનો હાથ પકડીને ચાલીએ છીએ ત્યારે એવું લાગે છે કે તે મારો નાનો ભાઈ કે દીકરો છે, પણ મેં તેને પસંદ કર્યો નથી. ઈશ્વરે તેને મારા માટે મોકલ્યો છે.’ આ બન્ને લવ-બર્ડઝ હમણાં જ બ્રાઝિલના દરિયાકાંઠે આવેલા સેલીનો પોલીસ શહેરમાં ફરવા માટે ગયાં હતાં. ફ્રાન્સિનાલ્ડોએ કહ્યું હતું કે ‘મને એલિસેનીની હાઇટ સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી, આટલી ઊંચાઈ છતાં પણ તે અત્યંત બ્યુટિફુલ છે.’ અસામાન્ય હાઇટને કારણે સ્કૂલમાં છોકરાઓ ચીડવતા હોવાથી એલિસેનીએ ભણવાનું છોડી દીધું હતું.