વિશ્વના સૌથી ઘરડા ડૉગનું જપાનમાં મોત

07 December, 2011 09:53 AM IST  | 

વિશ્વના સૌથી ઘરડા ડૉગનું જપાનમાં મોત



જપાનના સકુરા શહેરમાં રહેતા આ કૂતરાનો જન્મ ૧૯૮૫ના માર્ચમાં થયો હતો. એની માલિક યોમિકો શિનોહારાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે અમારા કૂતરાનું શાંતિથી મોત થયું હતું. હું બપોરે બહારથી ઘરે આવી ત્યાર બાદ મેં એને જમવાનું આપ્યું હતું. એણે થોડું જમ્યા બાદ અચાનક ખાવાનું બંધ કરી દીધું હતું. થોડી વાર બાદ એને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી અને પછી એનું મૃત્યુ થઈ ગયું હતું. પુસુકે ખૂબ જ તંદુરસ્ત જીવન જીવ્યો હતો. એને રોજ બે વખત જમવાનું આપવામાં આવતું હતું. ક્યારેક કેક પણ ખાવા આપતા હતા અને દરરોજ બે ટાઇમ વૉકિંગ માટે લઈ જતા હતા.’

જૂનો વર્લ્ડ રેકૉર્ડ કેટલાં વર્ષનો?

વિશ્વના સૌથી જીવિત કૂતરાનો અગાઉનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અમેરિકાના એક કૂતરાના નામે હતો. એ ૨૮ વર્ષ જીવ્યો હતો.