વર્લ્ડનો સૌથી લાંબો ૨૫ ફૂટનો અજગર

23 September, 2012 05:22 AM IST  | 

વર્લ્ડનો સૌથી લાંબો ૨૫ ફૂટનો અજગર

મિસુરી સ્ટેટના કેન્સાસ સિટીમાં આવેલા ટૂરિસ્ટ અટ્રૅક્શન એજ ઑફ હેલમાં એને રાખવામાં આવ્યો છે. મેડુસા નામનો આ અજગર એટલો લાંબો છે કે ૧૫ માણસો મહામહેનતે એને ઊંચકી શકે છે. જોકે માણસનો પણ કોળિયો કરી જાય એવો ખતરનાક હોવાથી લોકો ઊંચકે એ પહેલાં તેને અર્ધબેભાન કરવામાં આવે છે.

આ અજગર અઠવાડિયામાં એકસાથે ૨૦ કિલો ખોરાક ઝાપટી જાય છે. એના મેનુમાં મોટા ભાગે સસલાં અને હરણ જેવાં પ્રાણીઓ સામેલ હોય છે. એની લંબાઈ માત્ર ૨૪ ઇંચ હતી ત્યારે એને અહીં લાવવામાં આવ્યો હતો. આ પહેલાં અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલા કોલમ્બસ ઝૂમાં રાખવામાં આવેલો ૨૪ ફૂટ લાંબો અજગર સૌથી વધુ લંબાઈનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતો હતો. જોકે ઑક્ટોબર ૨૦૧૦માં એનું મૃત્યુ થયું હતું.