દુનિયાના સૌથી મોટા વિમાને આસમાનમાં ભરી સફળ ઉડાન, જાણો ખાસિયતો

14 April, 2019 07:32 PM IST  |  કેલિફોર્નિયા

દુનિયાના સૌથી મોટા વિમાને આસમાનમાં ભરી સફળ ઉડાન, જાણો ખાસિયતો

આ છે દુનિયાનું સૌથી મોટું વિમાન

માઈક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક પૉલ એલનના વિશાળ જાદુઈ કરિશ્મા જેવા વિમાને શનિવારે પહેલી વાર આકાશમાં ઉડાન ભરીને ઈતિહાસ સર્જી દીધો. આ વિમાનની શરૂઆત 2011માં થઈ હતી. સ્ટ્રેટોલૉન્ચ સિસ્ટમના CEO જીન ફ્લોયડે પોતાની આ સફળતા પર ખુશી જાહેર કરતા કહ્યું કે આખરે અમે તે કરી બતાવ્યું જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. જો કે આ ખુશીમાં પૉલ એલનના ન હોવાનું દુઃખ પણ હતું.

આ પ્રોજેક્ટને શરૂ કરનાર પૉલ એલનનું નિધન 15 ઓક્ટોબર 2018ના 65 વર્ષની વયે થયું હતું. આ વિમાનના ટેસ્ટ પાયલટ ઈવાન થૉમસ(પૂર્વ ફાઈટર પાયલટ) હતા. આ વિમાને 274 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી અને હવામાં લગભગ 15 હજાર ફીટની ઉંચાઈ સુધી ગયું. તેનું લેંડિંગ પણ બેહદ ખૂબસૂરત રહ્યું. લગભગ અઢી કલાકના ફ્લાઈટ ટેસ્ટિંગમાં કોઈ જ સમસ્યા ન આવી.

તમને જણાવી દઈએ કે આ વિમાનને બનાવવાનો મૂળ હેતુ ધરતીથી 35 હજાર ફૂટની ઉંચાઈ પર સેટેલાઈટને લઈ જઈને સ્પેસમાં લૉન્ચ કરવાનો છે. એનાથી ઈંધણનો ખર્ચ તો બચશે જે, સાથે જ સેટેલાઈટ કે સ્પેસ મિશનને વધુ અંતર માટે મોકલી શકાશે. પૉલ એલને આને 'એર લૉન્ચ' નામ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ વિમાન પહેલી વાર દુનિયાની સામે આવ્યું હતું. એ સમયે તેના એન્જિનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 28 પૈડા લાગેલા છે.

વિમાનની ખાસિયત
આ વિમાન બે ભાગમાં વહેંચાયેલું છે. આ વિમાનનો વચ્ચેનો ભાગ સ્પેશ મિશન માટે રૉકેટ લૉન્ચ કરવા માટે વાપરી શકાશે. જ્યાં સુધી આ વિમાનથી સેટેલાઈટ લૉન્ચ કરવાની વાત છે ત્યાં સુધી આ માટે કંપનીએ પહેલાથી જ સમજૂતી કરેલી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સેટેલાઈટને લૉન્ચ કરવા માટે ઘણો ખર્ચ થાય છે, પરંતુ આ વિમાનથી એવી આશાઓ રાખવામાં આવી રહી છે કે આનાથી સેટેલાઈટ રૉકેટ લૉન્ચ ઓછા ખર્ચે અને જલ્દી થશે.

આવું છે આ વિશાળ વિમાન
2011માં શરૂઆતના તબક્કામાં તેની અંદાજિત કિંમત 300 મિલિયન ડૉલર જણાવવામાં આવી હતી. આ વિમાનમાં છ એન્જિન લાગેલા છે જે તેને તાકાત આપે છે. આ વિમાન કાર્બન ફાઈબરથી બન્યું છે. આ સિવાય તેમાં બે કૉકપિટ છે. આ વિમાનના પાંખિયા કોઈ ફૂટબૉલના મેદાનથી પણ મોટા છે. આ વિમાનમાં 28 પૈડાં છે. આ વિમાનની ઉંચાઈ 50 ફીટ છે. તેના પાંખિયાની લંબાઈ 385 ફીટ છે. આ વિમાન હોવર્ડ હ્યુજેસના H-4 હર્ક્યુલિસ અને સોવિયેત સમયના કાર્હો પ્લેન એન્ટોનોવ N-255થી પણ મોટું છે. તેનું વચન જ સવા બે લાખ કિલો છે. આ વિમાન 1.3 મિલિયન પાઉંડ સુધીના વજન સાથે ઉડાન ભરી શકે છે. આ વિમાનની વધુમાં વધુ ઈંધણ ક્ષમતા 1.3 મિલિયન પાઉંડ છે.

world news