વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લૉન્ચ થયું

29 July, 2012 04:34 AM IST  | 

વિશ્વનું સૌથી વિશાળ ટેલિસ્કોપ લૉન્ચ થયું

‘ચેરેનકોવ’ નામના આ ટેલિસ્કોપમાં ૯૨ ફૂટ ઊંચાઈનો વિશાળ મિરર છે. નામિબિયાની રાજધાની વિન્ટહૉકથી ૧૦૦ કિલોમીટરના અંતરે આ ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું છે. એનું નિર્માણ કરનાર વિજ્ઞાનીઓની ટીમમાં સામેલ પાસ્કલ વિન્સેન્ટે કહ્યું હતું કે નાના ટેલિસ્કોપની સરખામણીએ આ ટેલિસ્કોપની મદદથી ચાર ગણી વધુ પિક્સેલ ધરાવતી તસવીરો મેળવી શકાશે.

 

ખગોળશાસ્ત્રીઓ માટે આ ટેલિસ્કોપ લૉન્ચ થવું એ અત્યંત મોટી ઘટના છે. એની મદદથી અવકાશનાં અત્યાર સુધી અજાણ્યાં એવાં અનેક ક્ષેત્રોમાં સંશોધન કરી શકાશે. મે મહિનામાં સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાની મદદથી આ ટેલિસ્કોપ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. નામિબિયામાં છેલ્લાં ૧૦ વર્ષથી અવકાશ સંશોધન કેન્દ્ર કાર્યરત છે, જેમાં ૧૨ જુદા-જુદા દેશોના ૧૭૦થી વધુ વિજ્ઞાનીઓ કામ કરી રહ્યા છે.