વિશ્વના સૌથી ઊંચા માટીના કિલ્લાએ હજારો લોકોને આકર્ષ્યા

04 August, 2021 09:49 AM IST  |  Denmark | Gujarati Mid-day Correspondent

કુલ ૬૪૦૦ ટન વજનના અને ૨૧ મીટર (આશરે ૭૦ ફુટ) ઊંચા આ કિલ્લાને જોવા અત્યાર સુધી દેશ-વિદેશથી હજારો લોકો આવી ચૂક્યા છે

તસવીર: એ.એફ.પી.

ડેન્માર્કના બ્લોખુસ શહેરમાં માટીથી બનેલો આ કિલ્લો વિશ્વમાં સૌથી ઊંચો કહેવાય છે. કુલ ૬૪૦૦ ટન વજનના અને ૨૧ મીટર (આશરે ૭૦ ફુટ) ઊંચા આ કિલ્લાને જોવા અત્યાર સુધી દેશ-વિદેશથી હજારો લોકો આવી ચૂક્યા છે. અગાઉનો રેકૉર્ડ જર્મનીમાં માટીથી બનેલા કિલ્લાનો હતો. એ જર્મન કિલ્લો લગભગ ૧૮ મીટર ઊંચો છે. ડેન્માર્કના આ કિલ્લાની ટોચ પર કોરોના વાઇરસ જેવા આકારમાં એક હિસ્સો બનાવાયો છે અને ડિઝાઇનર દ્વારા એવો સંકેત અપાયો છે કે અત્યારે કોરોનાનો વિષાણુ સર્વોચ્ચ સ્થાને બેસીને આખા વિશ્વ પર રાજ કરી રહ્યો છે. આ માટીનો કિલ્લો કદાચ ફેબ્રુઆરી-માર્ચ સુધી (કાતિલ ઠંડીના દિવસોની શરૂઆત સુધી) અસ્તિત્વમાં રહેશે.

offbeat news international news denmark