અમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હૈક, સાઉદી અરબ પર આરોપ

31 March, 2019 09:21 PM IST  | 

અમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હૈક, સાઉદી અરબ પર આરોપ

અમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હૈક

અમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હૈક થવાનો મામલો સામે આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે જેફ બેજોસના ફોન હૈક થવા પાછળ સાઉદી અરબ માનવામાં આવી રહ્યો છે. હાલ જાણકારી અનુસાર ફોનની માહિતી ટેબલોયડ સાથે શૅર કરવામાં આવી હતી. જેફ બેજોસ તરફથી ત ગેવિન ડી બેકર આ બાબતની તપાસ કરી રહ્યા છે.

ગેવિન ડી બેકર તપાસ કરી રહ્યા છે કે આખરે જેફ બેજોસની પર્સનલ માહિતીઓ આખરે કેવી રીત લીક થઈ અને નેશનલ એંક્કાયર ટેબ્લોયડ પાસે કઈ રીતે આવી આ મામલાને વોશિગ્ટન પોસ્ટ દ્વારા સાઉદી પત્રકાર જમાલ ખાશોજ્જીની હત્યાના કવરેજ સાથે લઈને જોડવામાં આવી હતી.

 

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસે પકડ્યો બે ભૂંડને ખોળામાં બેસાડીને ટ્રક ચલાવતા ડ્રાઇવરને

 

બેજોસ વોશિંગ્ટન પોસ્ટના પણ માલિક છે અને તપાસકર્તા ગેવિન ડી બેકરનું કહેવું છે કે તેમણે તપાસના આધારે તૈયાર કરેલી રિપોર્ટ અમેરિકી અધિકારીયોને સોંપી દિધી છે. આ પહેલા બેજોસે ફેબ્રુઆરીમાં નેશનલ એંક્કાયરની માલિકી ધરાવતી અમેરિકી મીડિયા કંપની ઈંક પર બ્લેકમેલ કરવાના આરોપ લગાવી ચૂક્યા છે.