પાકિસ્તાનની બહાદુર ગર્લ મલાલાને નોબેલ પ્રાઇઝ આપવાની થઈ ડિમાન્ડ

10 November, 2012 06:48 AM IST  | 

પાકિસ્તાનની બહાદુર ગર્લ મલાલાને નોબેલ પ્રાઇઝ આપવાની થઈ ડિમાન્ડ




તાલિબાન વિરુદ્ધ અવાજ ઉઠાવનાર પાકિસ્તાનની ૧૫ વર્ષની બહાદુર કિશોરી મલાલા યુસુફઝઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવાની ડિમાન્ડ શરૂ થઈ છે. આ માટે શરૂ થયેલા અભિયાનને હજારો લોકોએ સર્પોટ આપ્યો છે. પાકિસ્તાની મૂળની કેટલીક બ્રિટિશ મહિલાઓએ મલાલાને નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવે એ માટે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કૅમેરન તથા અન્ય ઉચ્ચ હસ્તીઓને અપીલ કરી હતી. ૩૦,૦૦૦થી વધારે લોકો મલાલાને નોબેલ પ્રાઇઝ આપવાની તરફેણ કરી રહ્યા છે. માત્ર બ્રિટિન જ નહીં કૅનેડા, સ્પેન અને ફ્રાન્સમાં પણ અનેક લોકોએ મલાલાને નોબેલથી સન્માનિત કરવાની તરફેણ કરી છે. 

તાલિબાનના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મલાલા અત્યારે બ્રિટનમાં સારવાર લઈ રહી છે હવે તે સંપૂર્ણપણે જોખમમાંથી બહાર છે. મલાલાના આરોગ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનની સ્વાત ખીણમાં છોકરીઓને શિક્ષણ આપવાની તરફેણ કરવા બદલ મલાલાને નવમી ઑક્ટોબરે ગોળી મારવામાં આવી હતી.