ખતરામાં છે આફ્રિકાથી લઈને અમેરિકા, થઈ શકે છે તબાહ, જાણો કેમ

06 May, 2019 05:37 PM IST  | 

ખતરામાં છે આફ્રિકાથી લઈને અમેરિકા, થઈ શકે છે તબાહ, જાણો કેમ

ધરતી સાથે ટકરાશે તો ઘણા શહેર બરબાદ થઇ શકે છે

લગભગ સાડા 6 કરોડ વર્ષ પહેલા એસ્ટોઈડ ધરતી પર પડતા અહીં રહેતા વિશાળ ડાયનાસોરનો અંત થઈ ગયો હતો. એસ્ટ્રોઈડ વૈજ્ઞાનિક મોટા હંમેશા કુતુહલનો વિષય રહ્યો છે. અને એટલા માટે જ જ્યારે થોડા દિવસ પહેલા મળેલા એક સંમેલનમાં જ્યારે નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે ધરતી સાથે એક વિશાળ એસ્ટોઈડ ટકરાવાનો છે તો આખા હોલમાં ખામોશી છવાઈ ગઈ. તમામ લોકો એ જાણવા માટે આતુર હતા કે આખરે શું છે અને ક્યારે આવું થવાનું છે. એસ્ટ્રોયડના વિશે જાણકારી આપવનારા વૈજ્ઞાનિકનું કહેવું હતું કે એક ખગોળીય પિંડ કે એસ્ટ્રૉયડ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. તેનું નામ 2019-PDC છે, જે આવતા 8 વર્ષોમાં ધરતી સાથે અથડાઈ શકે છે.

જો એસ્ટ્રોઈડ ધરતી સાથે ટકરાશે તો ઘણા શહેર બરબાદ થઇ શકે છે

નાસાના સેંટર ફોર નીયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝના મેનેજર પૉલ ચડસે કહ્યું હતું કે, આ એસ્ટ્રોઈડની ધરતી સાથે ટકરાવાની સંભાવના આમ તો 10 ટકા જેટલી જ છે પરંતું જો તે ધરતી સાથે અથડાશે તો કોઈ શહેરને બરબાદ કરી શકે છે. એટલું જ નહી આ શહેરને લઈને એક મહાદ્વીપના મોટા ભાગને સંપૂર્ણ રીતે બરબાદ કરી શકે છે.

વૈજ્ઞાનિકોમાં પણ ઘણી અસમંજસ છે

મહત્વની વાત તો એ છે કે આ એસ્ટ્રોઈડને લઈને વૈજ્ઞાનિકોમાં ઘણી અસમંજસ છે. કારણ કે આ એસ્ટ્રોઈડ દુનિયાના કયા ભાગમાં પડી શકે છે તે વિશે કોઈ પણ માહિતી મળી શકી નથી. આફ્રિકાથી લઈને અમેરિકા સુધી કોઈ પણ દેશના કોઈ પણ શહેરને નુકશાન પહોંચી શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર આ એસ્ટ્રોઈડ આવનારા 8 વર્ષોમાં ક્યાય પણ અને ગમે ત્યારે ટકરાઈ શકે છે. ચડસના અનુમાન પ્રમાણે ન્યૂયોર્ક, ડેનવર, પશ્ચિમ અને મધ્ય આફ્રિકાનો એક મોટા ભાગને એસ્ટ્રોઈડના કારણે નુકસાન થાય તેવુ માનવામાં આવી રહ્યું છે. જો કે આ એસ્ટ્રોઈડની ધરતી સાથે ટકરાવાની સંભાવના ઘણી ઓછી છે પણ નહીવત્ નહી.