બર્લિનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન તાક્યું

15 April, 2015 03:39 AM IST  | 

બર્લિનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન તાક્યું




ત્રણ દેશોની યાત્રાએ ફ્રાન્સ પછી જર્મની પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બર્લિનમાં પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે વિશ્વના દેશોએ એકસાથે આવીને એવા દેશો પર દબાણ લાવવું જોઈએ જે તેમની ધરતી પર આતંકવાદ અને આતંકવાદીઓને રહેવા દે છે અને તેમના રક્ષક બને છે. અણુ અપ્રસાર સંધિની જેમ જ આતંકવાદ સામે લડવાની જરૂર છે. આતંકવાદનો પ્રચાર અને પ્રસાર વધતો જાય છે. એના સ્વરૂપમાં પણ બદલાવ આવી રહ્યો છે. આતંકવાદનો ખતરો આખા વિશ્વમાં વધી રહ્યો છે. આતંકવાદ માનવતા સામે ખતરો છે અને એથી એની સામે એક થઈને લડવું આવશ્યક છે.