આ નાઈટ ક્લબમાં સંસ્કૃત ગીતો પર લોકો નાચે છે

10 September, 2020 08:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ નાઈટ ક્લબમાં સંસ્કૃત ગીતો પર લોકો નાચે છે

પ્રતીકાત્મક તસવીર

આપણા દેશમાં નાઈટ ક્લબમાં સામાન્ય રીતે હિંદી, પંજાબી કે ઈંગ્લીશ સોંગ લોકો એન્જોય કરે છે. પરંતુ તમને એવુ કોઈ નાઈટ ક્લબ ખબર છે જ્યાં સંસ્કૃત ગીતો પર લોકો નાચતા હોય. આપણા દેશમાં તો નહીં પણ આર્જેન્ટિનામાં એક નાઈટ ક્લબ છે જ્યાં નાઈટ ક્લબમાં સંસ્કૃત ગીતમાં લોકો એન્જોય કરે છે.

આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસઆયર્સમાં ગ્રોવ નામનું એક નાઈટ ક્લબ છે, જ્યાં ગણેશ શરણમ, ગોવિંદા-ગોવિંદા, જય-જય રાધા રમન હરી બોલ જેવા સંસ્કૃત ગીતો પર લોકો નાચે છે.

આર્જેન્ટીનાનું આ નાઈટ ક્લબ કોઈ નાનુ-મોટું નાઈટ ક્લબ નથી. થોડા વખત પહેલા ભારતીય રાજદૂત રાજનયિક વિશ્વનાથન આ દેશમાં ગયા હતા અને તેમણે પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ નાઈટ ક્લબમાં દારુ મળતો નથી, તેમ જ ધૂમ્રપાનની પણ મંજૂરી નથી. ક્લબમાં ડ્રગ્સ કે માંસ-માછલી કંઈ પણ મળતુ નથી.

આ નાઈટ ક્લબમાં ફક્ત સોફ્ટ ડ્રીન્ક્સ, ફ્રૂટ જ્યુસ અને શાકાહારી ભોજન મળે છે. આ નાઈટ ક્લબના સિંગર રોડ્રિગોએ કહ્યું કે, આ નાઈટ ક્લબમાં અમે મંત્રો, યોગ, ધ્યાન, સંગીત અને નૃત્યથી શરીરને આત્માથી જોડીએ છીએ. 

international news