વિશ્વનો મોટો પરિવાર ધરાવતા વૃદ્ધનું નિધન, છતાં નથી થયા અંતિમ સંસ્કાર, જાણો કારણ

15 June, 2021 04:40 PM IST  |  Mizoram | Gujarati Mid-day Online Correspondent

વિશ્વના સૌથી મોટા પરિવારના વૃદ્ધ તરીકે જાણીતા મિઝોરમના જિયોના ચાના ઉર્ફ જિયોન-એના નિધનના 36 કલાક પછી પણ તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા નથી.

ફાઇલ ફોટો

વિશ્વના સૌથી મોટા પરિવારના વૃદ્ધ તરીકે જાણીતા મિઝોરમના જિયોના ચાના ઉર્ફ જિયોન-એના નિધનના 36 કલાક પછી પણ તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા નથી. તેમના આપ્તજનો તેમને અલવિદા કહેવા માટે તૈયાર નથી. તેમનો દાવો છે કે તે હજી પણ જીવે છે. જિયોનાનું નિધન ટ્રિનટી હૉસ્પિટલ આઇજવાલમાં રવિવારે બપોરે થયું હતું.

બક્તાંગ ગામમાં 76 વર્ષીય જિયોનાની 39 પત્નીઓ, 90થી વધારે બાળકો અને ઓછામાં ઓછા 33 પોત્ર-પૌત્રીઓ છે, જે એક મોટા ચાર માળના ઘરમાં રહે છે. આ એક ધાર્મિક સંપ્રદાય લાલ્પા કોહરાન થાર સાથે સંબંધ ધરાવે છે, જેમાં પુરુષોને બહુવિવાહની પરવાનગી હોય છે.

ડૉક્ટર્સે કર્યા મૃત જાહેર
હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝથી પીડિત જિયોનાને રવિવારે આઇલોલના ટ્રિનિટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટર્સે રવિવારે બપોરે 3 વાગ્યે મૃત જાહેર કર્યા. ડૉક્ટર્સે તેમનો હૉસ્પિટલમાંથી ડેથ સર્ટિફિકેટ પણ આપી દીધો. ઘરવાળા તેમને પાછા લઈ ગયા પણ તેઓ આ માનવા તૈયાર નથી કે જિયોનાનું નિધન થઈ ગયું છે.

`શરીર નૉર્મલ, નવ્ઝ પણ ચાલતી હતી`
લાલ્પા કોહરાન થાર ચર્ચના સચિવ જૈતિનખુમાએ દાવો કર્યો કે રવિવારે સાંદે સેરછિપ જિલ્લાના ચુઆંથર તલંગનુમ ગામમાં લાવવામાં આવ્યા તો પરિવારજનોએ દોયું કે તેમની નવ્ઝ હજી પણ ચાલે છે. જૈતિનખુમાએ કહ્યું, "તેમની નવ્ઝ ઑક્સિમીટરમાં અનુભવાઇ. તેમનું શરીર હજી પણ ગરમ છે અને સોમવારે બપોર સુધી માંસ પેશીઓમાં કોઇ અકડન નહોતી. ચુઆંથારના લોકો તેમના આવી પરિસ્થિતિમાં નહીં દફનાવી શકે."

આ પણ વાંચો : વિશ્વમાં સૌથી મોટો પરિવાર ધરાવતા વૃદ્ધનું નિધન

70 વર્ષ પહેલા બન્યું હતું સંપ્રદાય
ચુઆંથાર ગ્રામ પરિષદના અધ્યક્ષ રામજુઆવા પ્રમાણે, 433 પરિવારોના 2,500થી વધારે સભ્યો સંપ્રદાયનો ભાગ છે. જેની સ્થાપના લગભગ 70 વર્ષ પહેલા જિયોન-એના કાકાએ કરી હતી. સંપ્રદાયના મોટાભાગના સભ્યો જીવન ગુજારવા માટે બઢઇનું કામ કરે છે.

રામજુઆવાએ કહ્યું કે તે બધા જિયોનાનું ખૂબ જ સમ્માન કરે છે, અને જ્યાં સુધી તે આશ્વસ્ત ન થઈ જાય કે તે આ વિશ્વમાંથી જઈ ચૂક્યા છે, ત્યાં સુધી તેમના અંતિમ સંસ્કાર નહીં કરવા માગે.

mizoram international news