વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીઃ કોરોના એ છેલ્લી મહામારી નહીં

28 December, 2020 01:50 PM IST  |  Mumbai | Agencies

વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીઃ કોરોના એ છેલ્લી મહામારી નહીં

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કહ્યું છે કે કોરોના વાઇરસ વિશ્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના માનવ સ્વાસ્થ્યને સુધારવાના પ્રયત્નો સફળ ન થઈ શકે. ‘હૂ’ના ચીફ ટેડ્રોસ ગેબ્રયેસસે કહ્યું કે કોરોના સામેની લડતમાં, ફક્ત રૂપિયાના ખર્ચા કરવાથી કંઈ પણ થશે નહીં. આપણે ભવિષ્ય માટેની તૈયારી પણ કરવી પડશે. કોરોના વાઇરસને છુપાવવામાં ચીનની મદદના આરોપોથી ઘેરાયેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે ચેતવણી આપી છે કે કોવિડ-૧૯ મહામારી છેલ્લી નથી. તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તનને રોકયા વગર અને પશુઓના કલ્યાણ વગર વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ નકામો છે. તેમણે કહ્યું કે દુનિયા ‘ખતરનાક રીતે કંઈ પણ લાંબુ વિચાર્યા વગર’ કોરોના વાઇરસને રોકવામાં પૈસા ઉડાડી રહી છે, પરંતુ કોઈ પણ દેશ આગળની મહામારી માટે તૈયાર નથી.
ટેડ્રોસે રવિવારે આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ પર આપેલ પોતાના એક વિડિયો મેસેજમાં કહ્યું કે ઇતિહાસ આપણને બતાવે છે કે આ છેલ્લી મહામારી હશે નહીં અને મહામારી જીવનનું એક સત્ય છે. મહામારી બતાવે છે કે મનુષ્ય, પ્રાણીઓ અને ધરતીના સ્વાસ્થ્યની વચ્ચે ઊઠડો સંબંધ છે. ‘હૂ’ ચીફે કહ્યું કે વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારવાનો કોઈ પણ પ્રયાસ ત્યાં સુધી નકામો છે જ્યાં સુધી કે વ્યક્તિ અને પ્રાણીની વચ્ચે મહત્ત્વપૂર્ણ ઇન્ટરફેસને ઉકેલવામાં ન આવે. સાથોસાથ જળવાયુ પરિવર્તનની જગ્યાએ આપણા અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે અને આ આપણી પૃથ્વીને ઓછી રહેવા યોગ્ય બનાવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં ૧૭ લાખ ૫૦ હજાર લોકોનાં મોત થયાં છે અને ચીનમાં એ સામે આવ્યા બાદ ૮ કરોડ લોકો એનાથી સંક્રમિત થઈ ચૂકયા છે.

international news world health organization coronavirus covid19