આ મહિલા સ્ટેજ પર બાળકને જન્મ આપશે

11 October, 2011 08:57 PM IST  | 

આ મહિલા સ્ટેજ પર બાળકને જન્મ આપશે



મિસ કોટકે કહ્યું હતું કે ‘બાળકને જન્મ આપવો એ કલાનું સૌથી ઉચ્ચ સ્વરૂપ છે. હું ઇચ્છું છું કે લોકો જુએ કે માનવજીવન કલાનો સૌથી મહત્વનો ભાગ છે. આથી જ હું સ્ટેજ પર બાળકને જન્મ આપીને જીવનની સર્વોચ્ચ કલા રજૂ કરવા માગું છું.’

૩૬ વર્ષની મૅર્ની કોટકનો જન્મ પણ સ્ટેજ પર થયો હતો તથા તેણે પોતાનું કૌમાર્ય પણ સ્ટેજ-પર્ફોર્મન્સમાં જ ગુમાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘આ બાબતે હું થોડી નર્વસ જરૂર છું પરંતુ ચિંતિત જરા પણ નથી, કારણ કે અનેક લોકો મારી સાથે મને સર્પોટ કરવા માટે છે. પુત્ર જન્મે કે પુત્રી એ વિશે હું ચોક્કસ નથી. જો મારા શિશુનો જન્મ કોઈ ઘર કે હૉસ્પિટલમાં થશે તો મને દુ:ખ થશે. મારો આગામી પ્રયાસ બાળકના ઉછેરને કલામાં પરિવર્તિત કરવાનો હશે.’