2011 નોબેલ પીસ પ્રાઇઝ નારીશક્તિને

08 October, 2011 05:55 PM IST  | 

2011 નોબેલ પીસ પ્રાઇઝ નારીશક્તિને

 

 

 

મહિલાઓના અધિકારો માટે અહિંસક ચળવળ ચલાવનાર ત્રણ મહિલાઓ જૉઇન્ટ વિનર બની

એલન સરલીફ હાર્વર્ડમાં અર્થશાસ્ત્ર ભણેલાં છે. તેઓ ૨૦૦૫માં આફ્રિકામાં લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલાં પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં હતાં. લીમાહ ગ્બોવી યુદ્ધગ્રસ્ત લાઇબેરિયામાં ખ્રિસ્તી અને મુસ્લિમ મહિલાઓનું સંગઠન ચલાવે છે અને તવક્કુલ કારમૅન યમનમાં પત્રકારોના માનવ અધિકાર માટેનું સંગઠન ચલાવે છે. તેમણે જાન્યુઆરીમાં યમનના પ્રમુખ અલી અબદુલ્લાહ સાલેહ સામે મોરચો માંડ્યો હતો.

નોબેલ પીસ પ્રાઇઝ કમિટીએ કહ્યું હતું કે જ્યાં સુધી મહિલાઓને સમાજના તમામ સ્તરે વિકસવા માટે પુરુષો જેટલી તક નહીં મળે ત્યાં સુધી આપણે લોકશાહી નહીં મેળવી શકીશું તથા શાંતિ કાયમ નહીં કરી શકીશું.