૧૬ બાળકોને જન્મ આપનારી આ મહિલા ગર્ભનિરોધકના ઉપયોગમાં નથી માનતી

13 May, 2022 09:39 AM IST  |  North Carolina | Gujarati Mid-day Correspondent

પૅટી હર્નાન્ડેઝ જણાવે છે કે હવે તો મને હૉસ્પિટલની નર્સો પણ ઓળખી ગઈ છે

પૅટી હર્નાન્ડેઝ પતિ અને બાળકો સાથે

અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં ૩૯ વર્ષની પૅટી હર્નાન્ડેઝ અને તેનો ૩૮ વર્ષનો પતિ કાર્લોસ ૧૬ બાળકો સાથે પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં રહે છે. પૅટી હર્નાન્ડેઝ જણાવે છે કે હવે તો મને હૉસ્પિટલની નર્સો પણ ઓળખી ગઈ છે. બાળકોને ભગવાનની ભેટ માનતું આ યુગલ ગર્ભનિરોધનાં સાધનોના ઉપયોગમાં વિશ્વાસ નથી ધરાવતું. ફ્લોર ક્લીનર તરીકે કામ કરી ઘર ચલાવતા પતિ કાર્લોસના માનમાં આ યુગલે તમામ બાળકો - પાંચ છોકરાઓ અને ૧૦ છોકરીઓનાં નામ અંગ્રેજી લેટર ‘સી’ પરથી રાખ્યાં છે. હાલમાં જ તેમના ઘરે દીકરો અવતરતાં હવે છોકરાઓની સંખ્યા ૬ થઈ છે. આ ૧૬ બાળકોમાં ૬ જોડિયાં બાળકો છે. આટલાં બધાં બાળકોનો ઉછેર તણાવપૂર્ણ હોવા છતાં તે પોતાનાં બાળકોના ઉછેરથી ઘણી આનંદિત છે. બાળકને જન્મ આપ્યાના ત્રીજા મહિને જ તે ફરી ગર્ભવતી થતાં બાળકની સંખ્યા વધતી રહે છે.  

offbeat news international news