આ સ્ત્રી અનુભવે છે એક દિવસમાં ૧૮૦ ઑર્ગેઝમ

18 November, 2014 03:30 AM IST  | 

આ સ્ત્રી અનુભવે છે એક દિવસમાં ૧૮૦ ઑર્ગેઝમ



જેમ કે અમેરિકાના ઍરિઝોના રાજ્યની ત્રીસ વર્ષની કારા અનાયા કાર્લિસ નામની સ્ત્રીની જ વાત લો. આ બહેનને એવો રોગ થયો છે જેને લીધે તે રોજના લગભગ છ-સાત કલાક જાતીય ઉત્તેજના અનુભવે છે એટલું જ નહીં, ઉત્તેજનાના આ ગાળામાં એ જથ્થાબંધ વખત ઑર્ગેઝમ પર પણ પહોંચી જાય છે! ડૉક્ટરો આ દુર્લભ બીમારીને પર્સિસ્ટન્ટ જેનિટલ અરાઉઝલ ડિસઑર્ડર કહે છે, જેનો અત્યારે તો કોઈ ઇલાજ નથી. ત્રણ વર્ષ પહેલાં ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરતી વખતે અચાનક જાતીય ઉત્તેજના અનુભવાવા લાગી અને થોડી મિનિટોમાં તો તે ઑર્ગેઝમ પર પણ પહોંચી ગઈ. બસ, ત્યારથી તેની માઠી બેઠી છે. દસ વર્ષના ટેણિયાની મમ્મી એવી કારાનો હસબન્ડ તો મૂંઝાયેલો છે જ, પણ તે પોતેય આ બીમારીને કારણે ઘરમાં પુરાયેલી બેસી રહે છે.

અને આ છે ક્યારેય ઑર્ગેઝમ ન અનુભવતી યુવતી


એકદમ ઑપોઝિટ કહી શકાય એવો એક કિસ્સો છે બ્રિટનના બર્મિંગહૅમની ૧૯ વર્ષની મેગન વૉર્ડ નામની યુવતીનો. આ છોકરીએ પુખ્તતા પ્રાપ્ત કર્યા પછી ક્યારેય ઑર્ગેઝમનો અનુભવ કર્યો જ નથી. ચરમસીમાએ પહોંચવાની બધી જ રીતો અજમાવી જોયા પછીયે તે નિષ્ફળ રહી. એટલે તેણે ડૉક્ટરને બતાવ્યું તો તબીબોએ નિદાન કર્યું કે આ છોકરી ઍનૉર્ગેઝમિયા નામની દુર્લભ બીમારીથી પીડાય છે જેમાં દરદીને કોઈ કારણસર ચરમસીમા અનુભવાતી જ નથી. તબીબો કહે છે કે દર વીસમાંથી એકાદી સ્ત્રીને આવી તકલીફ થતી હોય છે જે સેક્સ-થેરપીથી દૂર થઈ જાય છે, પરંતુ આ મેગનને હજી સુધી સેક્સ-થેરપી પણ માફક નથી આવી.