બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી ઑસ્ટ્રેલિયન ગ્રૅજ્યુએટ યુવતીની તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ

05 November, 2014 06:00 AM IST  | 

બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી ઑસ્ટ્રેલિયન ગ્રૅજ્યુએટ યુવતીની તસવીર સોશ્યલ મીડિયામાં છવાઈ




આ સમયે લેવામાં આવેલો ફોટો યુનિવર્સિટી ઑફ સનશાઇન કોસ્ટ દ્વારા સોમવારે બપોરે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર મૂકવામાં આવ્યો હતો અને એ ફોટોને ગઈ કાલે બપોર સુધીમાં ૮૮,૦૦૦ લોકોએ લાઇક કર્યો હતો અને ૨૫૦૦ લોકોએ શૅર કર્યો હતો. તે બે સંતાનોની મમ્મી છે અને આ જવાબદારી હોવા છતાં તેણે બિઝનેસ અને હ્યુમન રિસૉર્સિસમાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું. સંતાનોની જવાબદારી હોવા છતાં ભણવું જરૂરી છે એવો મેસેજ પરિણીત મહિલાઓને આપવા માટે તેણે આ ફોટો ફેસબુક પર મૂકવા માટે પરવાનગી આપી હતી.