ટ્રમ્પના વિવાદાસ્પદ પ્રસ્તાવને પાછો ખેંચ્યો

28 January, 2021 12:12 PM IST  |  Mumbai | Agencies

ટ્રમ્પના વિવાદાસ્પદ પ્રસ્તાવને પાછો ખેંચ્યો

તસવીર સૌજન્ય મિડ-ડે

અમેરિકામાં પ્રમુખ જો બાઇડનની સરકારે સત્તારૂઢ થયાના ગઈ કાલે સાતમા દિવસે એક મહત્ત્વની સરકારી ફાઇલ પર માત્ર એક જ શબ્દ ‘વિધડ્રૉન’ (પાછો ખેંચી લીધો છે) લખી દેતાં આ દેશમાં છેલ્લાં ચાર વર્ષથી સતત ચિંતામાં રહેતા એચ-૧બી વિઝાધારક-કામદારોના જીવનસાથીઓને મોટી રાહત મળી છે. બાઇડને એમના પૂરોગામી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ પ્રસ્તાવને કચરાટોપલીમાં નાખી દીધો છે. ટ્રમ્પના તે પ્લાનને કારણે એચ-૧બી કામદારો સતત તાણમાં જીવતા હતા કે ક્યાંક એમને અમેરિકામાં કામકાજ કરવા માટે અપાયેલી કાયદેસર સત્તાનો અંત તો લાવી દેવામાં નહીં આવેને.
ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એમના શાસન વખતે એક નિયમ લાગુ કર્યો હતો જે અનુસાર અમેરિકામાં કામ કરતા એચ-૧બી વિઝાધારક-કામદારોના જીવનસાથીઓને પણ અમેરિકામાં કામ કરવાની પરવાનગી અપાઈ હતી - જે એચ-૪ વર્ક પરમિટ નામે ઓળખાતી હતી, પરંતુ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યા બાદ તરત જ એચ-૪ વર્ક પરમિટ રદ કરવા પર જોર લગાડવાનું શરૂ કરી દીધું હતું.

international news joe biden donald trump