દારૂએ જીવ બચાવ્યો

25 December, 2012 06:22 AM IST  | 

દારૂએ જીવ બચાવ્યો



દારૂના નશાએ આમ તો લાખો લોકોના જીવ લીધા છે પણ બ્રિટનમાં ડૉક્ટરોએ દારૂની જ મદદથી એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં ૭૭ વર્ષના રોનાલ્ડ એલ્ડમના હાર્ટમાં કેટલાક હાનિકારક મસલ્સ હતા, જો આ મસલ્સ દૂર કરવામાં ન આવે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે એમ હતો.

બ્રિસ્ટલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરોએ પરંપરાગત પદ્ધતિથી એલ્ડમની સારવારનો પ્રયાસ કરી જોયો હતો, પણ તેમને સફળતા મળી ન હતી. એ પછી ડૉક્ટરોએ પ્યૉર આલ્કોહોલ દ્વારા કન્ટ્રોલ્ડ હાર્ટ અટૅક કર્યો હતો. આશ્ચર્યજનક રીતે આ અટૅકને કારણે હાર્ટના કેટલાક હાનિકારક મસલ્સનો નાશ થયો હતો. આ સર્જરીમાં ડૉક્ટરોએ કેથેટર (શરીરમાં દાખલ કરવા માટેની પાતળી ટ્યુબ)ની મદદથી એલ્ડમના હાર્ટમાં હાનિકારક મસલ્સ ધરાવતા ભાગમાં આલ્કોહોલના ટચૂકડા બલૂન દ્વારા બ્લાસ્ટ કર્યો હતો. આ પ્રક્રિયાને કારણે મસલ્સનો નાશ થયો હતો અને હાર્ટની કામગીરી નૉર્મલ થઈ હતી.