શું પોતાની ખુરશી બચાવી શકશે ટ્રમ્પ? જાણો કેવી રીતે થાય છે કાર્રવાઈ

06 December, 2019 12:48 PM IST  |  US

શું પોતાની ખુરશી બચાવી શકશે ટ્રમ્પ? જાણો કેવી રીતે થાય છે કાર્રવાઈ

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હવે મહાભિયોગ ચાલવાનું નક્કી થઈ ગયું છે. અમેરિકાના પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું કે ટ્રમ્પે મહાભિયોગનો સામનો કરવો પડશે. તમને જણાવી દઈએ કે પ્રતિનિધિ સભાઈ મહાભિયોગ તપાસના પ્રાથમિક રિપોર્ટમાં તેમને દોષી જણાવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે ખાનગી અને રાજનૈતિક લાભ માટે રાષ્ટ્રહિત સાથે સમજૂતી કરી કરી છે. આવો જાણીએ કે આખરે ટ્રંપ આ મહાભિયોગથી કેવી રીતે બચી શકે છે. આ સિવાય એ પણ જાણીશું કે આ પહેલા ક્યા ક્યા અમેરિકન રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા ચાલી.

શું છે તપાસ રિપોર્ટનો દાવો
પ્રતિનિધિ સભાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે ચૂંટાવા માટે યૂક્રેનથી મદદ માંગી હતી. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ અને યૂક્રેનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોનિક વાત થઈ હતી. જણાવી દઈએ કે ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે પોતાના પ્રતિસ્પર્ધીઓની છબી ખરાબ કરવા માટે યૂક્રેનની મદદ લીધી હતી. આરોપ છે કે તેમણે પોતાના વિરોધી અને તેમના દિકરાની સામે તપાસ શરૂ કરાવવાની માંગણી કરી હતી.

સ્પીકરે કહ્યું ખતરામાં છે લોકશાહી
-સ્પીકર નેન્સી પેલોસીએ મહાભિયોગનું એલના કરતાની સાથે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આપણું લોકતંત્ર ખતરામાં છે.
- તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમારી સામે કોઈ વિકલ્પ નથી છોડ્યો એ સિવાય કે તેમની સામે કાર્રવાઈ કરવામાં આવે.
- પેલોસીએ કહ્યું કે રાષ્ટ્રપતિ સતાના દૂરુપયોગ, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સમાધાન કરવા અને ચૂંટણીની શુચિતાને ખતરામાં નાખવાનું કૃત્ય સામેલ છે.
-તેમણે કહ્યું કે તેઓ દુઃખી થઈને પરંતુ ભરોસા અને વિનમ્રતા સાથે મહાભિયોગની ધારાઓનો મુસદ્દો તૈયાર કરવાની મંજૂરી આપી દીધી છે.
- સ્પીકરની આ જાહેરાત બાદ વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએએ આ પ્રસ્તાવ પર મતદાનની પ્રક્રિયાને આગળ વધારી છે. માનવામાં આવી રહ્યું છે કે મતદાન ક્રિસમસ સમયે થશે.

એન્ડ્રયૂ જૉનસન અને બિલ ક્લિંટન સામે ચાલ્યો હતો મહાભિયોગ
ટ્રમ્પ એકલા એવા રાષ્ટ્રપતિ નથી જેના પર અમેરિકામાં મહાભિયોગની કાર્રવાઈ થઈ હતી. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધઈ બે અન્ય રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગની કાર્રવાઈ થઈ હતી. 1868માં એન્ડ્ર્યૂ જૉનસનની સામે મહાભિયોગ ચાલ્યો હતો. તેમના પર ગેરકાયદે એક સરકારી અધિકારીને હટાવવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ 1998માં બિલ ક્લિન્ટન પર મહાભિયોગ લાવવામાં આવ્યો હતો. ક્લિન્ટર પર મોનિકા લેવેંસ્કી સામે સેક્સ્યુઅલ હરેસમેન્ટનો આરોપ લાગ્યો હતો. જો કે બંને મહાભિયોગથી બચી ગયા. બંનેએ પોતાનો કાર્યકાળ પુરો કર્યો. આ સિવાય 1974માં વૉટરગેટ સ્કેન્ડલના કારણે રિચર્ડ નિક્સન સામે પણ મહાભિયોગ ચલાવવાની વાત જોર-શોરથી થઈ હતી. જો કે તે પહેલા તેમણે રાજીનામું આપી દીધું.

મહાભિયોગથી કેવી રીતે બચી શકે છે ટ્રમ્પ
- જો છ હાઉસ કમિટીના મતને ન્યાયિક સમિતિ પર્યાપ્ત ન માને તો આ પ્રક્રિયા આગળ નહીં વધી શકે.
-આ સિવાય જો હાઉસે આ મહાભિયોગના પક્ષમાં બહુમતિ ન આપી તો તેની કાર્રવાઈ આગળ સીનેટમાં નહીં જાય.
-જો ટ્રાયલ બાદ સીનેટમાં બે તૃતિયાંશ બહુમતિએ ટ્રમ્પના નિર્દોષ હોવાના પક્ષમાં મત ન આપ્યો તો તેઓ બચી શકે છે.

શું છે સદનનું સંખ્યા ગણિત
-અમેરિકાના સીનેટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનની બહુમતિ છે.
-એટલે અહીં મહાભિયોગના પક્ષમાં વોટિંગ થવું મુશ્કેલ છે. એટલે ટ્રમ્પ પર લગાવવામાં આવેલા આરોપો સંગીન છે તેવું સાબિત થવું જરૂરી છે. બીજી તરફ નીચેના સદનમાં ડેમોક્રેટ્સનો દબદબો છે. એટલે માની શકાય છે કે આ સદનમાં મહાભિયોગનો કેસ આગળ વધીને સીનેટ સુધી પહોંચી શકે છે.

ટ્રમ્પે કહ્યું વિપક્ષની અસલિયત સામે આવશે
આ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરી ડેમોક્રેટ્સ પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું કે મતદાનમાં તેમની જ જીત થશે. તેમણે કહ્યું કે પેલેસીની અસલિયત સૌની સામે આવી જશે. જણાવી દઈએ કે હાલમાં ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવો કે નહીં. મહાભિયોગ મામલા પર સુનાવણી પ્રતિનિધિ સભાની ન્યાયિક સમિતિ કરી રહી છે. સમિતિની સામે કાયદાના જાણકારોએ પોતાની વાત રાખી અને હવે નક્કી થઈ ગયું છે કે મતદાન કરાવવામાં આવશે.

donald trump united states of america