ભારત અને ચીન માટે કેમ મહત્વના છે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ

17 November, 2019 06:50 PM IST  |  Mumbai Desk

ભારત અને ચીન માટે કેમ મહત્વના છે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે થયેલી વૉટિંગ પછી રવિવારે મોડી રાત સુધી બધાં પરિણામો આવવાની આશા છે. ભારત અને ચીન બન્ને આ ચૂંટણીના પરિણામો પર ધ્યાન રાખી રહ્યા છે. શ્રીલંકા બન્ને દેસો માટે રણનૈતિક અને કૂટનૈતિક દ્રષ્ટિએ મુખ્ય છે. તેનું કારણ હિંદ મહાસાગરમાં શ્રીલંકાની સ્થિતિ, જે વ્યાપારિક દ્રષ્ટિએ આ બન્ને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગભગ 2.1 કરોડ લોકોની લોકસંખ્યા ધરાવતાં શ્રીલંકામાં મતદાતાઓની સંખ્યા લગભગ 1.6 કરોડ છે. જે ઉમેદવારને 50 ટકાથી વધારે મત મળશે, તેની જ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવશે.

આમની વચ્ચે છે કાંટાની ટક્કર
ચૂંટણીમાં અત્યાર સુધી બે મોટા નેતાઓ ગોતબયા રાજપક્ષે અને સજિત પ્રેમદાસા વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. હાલના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ આ વખતે ચૂંટણીમાં ઊભા ન રહેવાનો નિર્ણય લીધો. તેમની શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP)એ રાજપક્ષેની સરકારના મુખ્ય સભ્ય રહી ચૂકેલા છે. લોકપ્રિયતા છતાં, ગોતબયા રાજપક્ષે અને તેમની શ્રીલંકા પોદુજના પેરમુના (એસએલપીપી) પાર્ટી અલ્પસંખ્યકો પ્રત્યે પોતાની કઠોક નીતિઓને લઈને ચર્ચામાં રહી છે.

ભારતની ચિંતા
ચીનના કોલંબો બંદરગાહને પણ વિકસિત કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. તો ભારતે કોલંબો બંદરગાહમાં ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ બનાવવાને લઈને શ્રીલંકા સાથે એક કરાર કર્યું છે. ભારતના આ કરારને લઈને ઘણું રસ હતું કારણકે ભારત આવતો ઘણો બધો સામાન કોલંબો થઈને આવતો હતો. એવામાં શ્રીલંકામાં કોઈપણ સત્તામાં આવે, ભારત તેની પાસેથી સહયોગ લેવા માગશે. પણ રાજપક્ષે પરિવારના વર્તનને લઈને તેણે કેટલીક ચિંતાઓ રહી છે.

નબળાં પડ્યા સંબંધો
ગૃહ યુદ્ધ પછી શ્રીલંકાના વિદેશી મામલાઓમાં ભારતની અહેમિયત ઘટી છે. શ્રીલંકાના તામિલો અને ભારત વચ્ચેના સંબંધો ગૃહ યુદ્ધ પછી નબળાં પડ્યા છે. અહીં ઘણાં બધાં તમિલોને લાગે છે કે ભારત તેમને દગો આપે છે. સિંઘલી પણ ભારત સાથે ખૂબ જ નજીકના સંબંધો અનુભવે છે અને તેને એક સંકટ તરીકે જુએ છે. પણ ભારતની તુલનામાં ચીન મૌન છે પણ સતત ક્ષીલંકામાં નિવેશ કર્યો છે અને દેશને ઋણ હેઠળ દબાવી દીધો છે.

...તો ચીન માટે હશે મોટી જીત
પ્રેમદાસા નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ (એનડીએએફ)નું પ્રતિનિધિત્વ કરે છે, જે દક્ષિણપંથી ઝુકાવવાળા સત્તારૂઢ યુનાઇટેડ નેશનલ પાર્ટી (યૂએનપી) સાથે ગઠબંધનનો સભ્ય છે.

national news china sri lanka